40 લાખથી વધારે મતદારોએ આપને મત આપીને રાષ્ટ્રીય પાર્ટી બનાવવામાં મદદ કરી'

ગુરુવાર, 8 ડિસેમ્બર 2022 (16:57 IST)
ગુજરાત આપના પ્રમુખ ગોપાલ ઈટાલિયા પાર્ટી પોતે ચૂંટણી હારી છે પરંતુ આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભામાં સ્થાન બનાવ્યું છે.
 
ગોપાલ ઈટાલિયાએ આમ આદમી પાર્ટીના પ્રદર્શન વિશે પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું, '40 લાખથી વધારે મતદારોએ આપને મત આપીને આપને રાષ્ટ્રીય પાર્ટી બનાવવામાં મદદ કરી તે માટે તમામ મતદારોનો આભાર વ્યક્ત કરું છું. આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની તે માટે હું કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવું છું.'
 
'ગુજરાતની વિધાનસભામાં આપની હાજરી બની છે, તે માટે મહેનત કરી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મહેનત કરી. લોકો માટે લડાઈ લતા રહ્યા, લોકોના અધિકારો માટે ધરણા, રેલી પ્રદર્શન કર્યાં.'
 
'ગુજરાતમાં જ્યાં 2017માં સમગ્ર ગુજરાતમાં 28 હજાર મતો મળ્યા હતા ત્યાં આજે 40 લાખ મત પાર્ટીને મળ્યા છે. પૈસાથી, સરકારીતંત્ર સાથે જોડાયેલા લોકો અને કહેવાતા સામાન્ય માણસો વચ્ચે ટક્કર થઈ. વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી સામે ચૂંટણી લડ્યા. ગુજરાતના લોકોએ ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથીરિયા કે પછી રામ ધડુક સહિત અન્ય નેતાઓ માટે જે ચુકાદો આપ્યો છે તે સ્વીકારીએ છીએ, મનમાં ઉત્સાહ છે કે વિશ્વની સૌથી નાની પાર્ટીએ વિશ્વની સૌથી મોટી પાર્ટી સામે લડાઈ લડી છે. હું શુભેચ્છા પાઠવું છું.'

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર