ઈસુદાને ટ્વિટ કરીને કહ્યું અમારા ઉમેદવારને ભાજપે ગાયબ કર્યા, થોડીવારમાં ઉમેદવાર ફોર્મ પાછુ ખેંચવા પહોંચ્યા

બુધવાર, 16 નવેમ્બર 2022 (12:47 IST)
ગુજરાતમાં ચૂંટણીના ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે. ત્યારે સુરતમાં હાઈવોલ્ટેજ ડ્રામા ખેલાયો છે. સુરત પૂર્વ બેઠક ઉપર ખરાખરીનો જંગ થાય તેમ છે. કોંગ્રેસ તરફથી અસલમ સાયકલવાલા, ભાજપ તરફથી સિટીંગ ધારાસભ્ય અરવિંદ રાણા અને આમ આદમી પાર્ટી તરફથી કંચન જરીવાલાએ ફોર્મ ભર્યું છે. આવી સ્થિતિમાં કંચનજરીવાલાને જો 10થી 15 હજાર વોટ પણ મળે તો ભારતીય જનતા પાર્ટી માટે આ બેઠક ઉપર જીતવું મુશ્કેલ બની જાય તેમ છે. જેને કારણે સામ-દામ-દંડના ભેદની નીતિ અપનાવવામાં આવ્યો હોય તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. દરમિયાન ઈશુદાન ગઢવી દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે કે કંચન જરીવાલાને ભાજપના ગુંડાઓ ઉઠાવી લીધા હોવાની શક્યતા છે. કંચન જરીવાલા અને તેનો પરિવાર ગાયબ છે. પરંતુ થોડીવારમાં જ ઉમેદવાર કંચન જરીવાલા કલેક્ટર કચેરીમાં ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા હતાં

સુરત પૂર્વ બેઠક ઉપર દર વખતે નજીવા માર્જિનથી જીત થાય તેવી સ્થિતિ ભાજપ માટે પણ ઊભી થઈ જતી હોય છે પરંતુ આ વખતના સમીકરણો કંઈક અલગ છે અને કોંગ્રેસ તરફથી જે મુસ્લિમ ઉમેદવાર મેદાનમાં ઊતર્યો છે તે પણ મુસ્લિમોના વોટ સારા એવા મેળવી શકે તેમ છે. આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાને જો હિન્દુઓના ભાજપ તરફેણના મત મળે તો ખૂબ મોટું નુકસાન થઈ શકે તેમ છે અને સીટ ગુમાવી પણ પડી શકે છે. આવી સ્થિતિ ઊભી ન થાય તેના માટે પહેલાથી જ ગેમ પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો હોય એવું લાગે છે. એનકેન પ્રકારે કંચન જરીવાલા પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લે તેના માટેના પ્રયાસો થઈ રહ્યા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર