Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌથી અમીર ઉમેદવાર કોણ? જાણો

હેતલ કર્નલ

મંગળવાર, 22 નવેમ્બર 2022 (09:33 IST)
માણસા બેઠક પરથી ભાજપના ઉમેદવાર જયંતિ પટેલ 2022ની ચૂંટણીમાં સૌથી અમીર ઉમેદવાર છે. તેમણે ઉમેદવારી પત્રો સાથે ફાઈલ કરેલી ચૂંટણી એફિડેવિટમાં 661.29 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. 2012 અને 2017ની ચૂંટણીની એફિડેવિટ્સનું વિશ્લેષણ દર્શાવે છે કે પટેલ રાજ્યમાં અત્યાર સુધીના સૌથી ધનિક ઉમેદવાર છે.
 
ભાજપના ઉમેદવાર જયંતિ પટેલે શું કહ્યું?
64 વર્ષીય ભાજપના ઉમેદવાર જયંતિ પટેલે કહ્યું કે , “મને ખબર નથી કે હું સૌથી ધનિક ઉમેદવાર છું. હું ત્રણ દાયકાથી રિયલ એસ્ટેટના વ્યવસાયમાં છું. મેં અને મારા પુત્રએ અમારો વ્યવસાય સ્થાપિત કરવા માટે ખૂબ જ મહેનત કરી છે અને આજે અમે ખુશ છીએ." તમમને જણાવી દઉએ કે જયંતિ પટેલને પંકજ નામનો પુત્ર અને પ્રિયંકા નામની પુત્રી છે. હાલ જયંતિ પટેલનો પરિવાર ગાંધીનગર જિલ્લાના નાભોઈમાં રહે છે. પટેલે કહ્યું કે તેઓ જનસંઘના સમયથી ભાજપ સાથે જોડાયેલા છે.
 
જાણો તેમની પત્નીની મિલકત
તેમની અધિકૃત સંપત્તિની ઘોષણા દર્શાવે છે કે તેમની વ્યક્તિગત વાર્ષિક આવક રૂ. 44.22 લાખ છે જ્યારે તેમની પત્ની આનંદીની આવક રૂ. 62.7 લાખ છે. તેમની પાસે 92.4 લાખ રૂપિયાની જ્વેલરી છે જ્યારે તેમની પત્ની પાસે 1.2 કરોડ રૂપિયાની જ્વેલરી છે. તેમના પરિવારની જંગમ સંપત્તિ 147.04 કરોડ રૂપિયા અને સ્થાવર સંપત્તિ 514 કરોડ રૂપિયા છે. તેમની કુલ દેણદારી રૂ. 233.8 કરોડ છે.
 
ગુજરાતમાં ચૂંટણી ક્યારે?
ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. આ વખતે ચૂંટણીમાં ત્રિકોણીય મુકાબલો જોવા મળી શકે છે. ગુજરાતમાં આ સમયે અનેક દિગ્ગજ નેતાઓ હાજર છે. આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓ ગુજરાત ચૂંટણીમાં ચૂંટણી રેલી કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ 26 અને 28 નવેમ્બરે ગુજરાતની ચૂંટણીનો હુંકાર કરવા આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર