ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022- કેજરીવાલની લોકોને અપીલ, 'કૉંગ્રેસ પાછળ મત બરબાદ ના કરો'

મંગળવાર, 15 નવેમ્બર 2022 (18:22 IST)
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોમવારે ગુજરાતના લોકોને કૉંગ્રેસ પાછળ ‘પોતાનો મત બરબાદ નહીં કરવા’ અને તેના બદલે ‘આપ’ને મત આપવાની અપીલ કરી. તેમણે દાવો કર્યો કે, “તેમના પક્ષનો સત્તાધારી ભાજપ સાથે સીધો મુકાબલો છે.”
 
અમદાવાદ પહોંચ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં કેજરીવાલે દાવો કર્યો કે “ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને માત્ર ચાર-પાંચ બેઠક જ મળશે.”
 
આ વખતે કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી વારંવાર દાવો કરી રહી છે કે ગુજરાતમાં કૉંગ્રેસ જમીન ગુમાવી રહી છે અને પોતે રાજ્યમાં ભાજપના મુખ્ય પ્રતિસ્પર્ધીના રૂપમાં રજૂ કરવાના અભિયાનમાં જોતરાયેલી છે.
 
આપ વિધાનસભા ચૂંટણી માટે 178 ઉમેદવારોનાં નામોની જાહેરાત પહેલાંથી જ કરી ચૂકી છે.
 
અરવિંદ કેજરીવાલે ઉમેર્યું, “મારું અનુમાન છે કેકૉંગ્રેસના મત લગભગ 13 ટકાથી ઓછા થઈ જશે અને તેને 4થી 5 બેઠક મળશે, આ આપ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે.”

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર