કોંગ્રેસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલવાની કરી વાત, મધુસૂદન મિસ્ત્રી બોલ્યા મોદી ક્યારેય પટેલ નહીં બની શકે

શનિવાર, 12 નવેમ્બર 2022 (15:50 IST)
કોંગ્રેસે શનિવારે અમદાવાદમાં ગુજરાત ચૂંટણી માટે પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો. જેમાં 10 લાખ સરકારી નોકરીઓ, ખેડૂતોની લોન માફી અને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવાનું વચન આપ્યું હતું. કોંગ્રેસે તેના ઢંઢેરામાં ઊંચા દાવા કર્યા છે, પરંતુ તેમાં વચનો કરતાં વધુ વિવાદો દેખાઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને સરદાર પટેલ રાખવાની પણ જાહેરાત કરાઈ હતી. આ સાથે જ તેમણે બિલકિસ બાનો ગેંગ રેપ કેસના દોષિતોની મુક્તિ રદ કરીને તેમને ફરીથી જેલમાં મોકલવાની વાત પણ કરી હતી.

એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા પાર્ટીના નેતા મધુસૂદન મિસ્ત્રીએ તો ત્યાં સુધી કહ્યું કે, મોદી ક્યારેય પટેલ બની શકતા નથી. તેમણે કહ્યું, તેઓ આ ચૂંટણીમાં તેમની સ્થિતિ જોશે. તમને જણાવી ડી કે અગાઉ પણ પાટીદાર સમાજ દ્વારા નરેન્દ્ર મોડું સ્ટેડિયમનું નામ બદલાવીને ફરી સરદાર પટેલનું નામ રાખવાની માંગ ઉઠી હતી અને પાટીદાર સમાજ દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યું હતું. તો સાથે જ આ માંગને પૂર્ણ કરવા માટે એક સંગઠન બનાવવામાં આવ્યું હતું. જેનું નામ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ રાખવામાં આવ્યું હતું અને આ માંગને પૂર્ણ કરવા માટે દેખાવો કરવામાં આવ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર