કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ખોળો ફેલાવી ભીખ માગતા કહ્યું અમારી લાજ રાખજો

બુધવાર, 30 નવેમ્બર 2022 (14:43 IST)
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને ગણતરીની ઘડીઓ બાકી છે. ત્યારે માલપુર ખાતે જગદીશ ઠાકેરે સભા ગજવી હતી. આ દરમિયાન તેમણે ભાજપ પર શાબ્દિક પ્રહાર કરીને નિશાન સાધ્યું હતું. તો બીજી બાજુ પોતાના કાર્યકર્તાએ સામે ખોળો પાથરીને પાઘડીની લાજ સાચવી રાખવા ભીખ માગુ છુ એવું નિવેદન પણ જગદીશ ઠાકોરે આપ્યું હતું.

ચલો જગદીશ ઠાકોરના આક્રમક નિવેદન પર નજર કરીએ

જગદીશ ઠાકોરે ખોળો પાથરીને કાર્યકર્તાઓ સામે ભીખ માગી હતી. તેમણે ભાવુક થઈને કહ્યું હતું કે ખોળો પાથરીને માલપુરના મારા કાર્યકર્તાઓ પાસે ભીખ માંગુ છું. આ સાફો બંધાવ્યો છે એની લાજ રાખજો. તમારી પાસે આ ખોળો પાથર્યો એની લાજ રાખજો.જગદીશ ઠાકેરે કહ્યું કે સરકાર સામે લડવાની લડાયકતા આપણે ખોઈ બેઠા છીએ. ભાજપનું રાજ બેફામ બની ગયું છે. ગરીબ કોંગ્રેસના માણસને દબાવી દેવાનો તથા લુખ્ખાઓ ગુંડાઓ ઉભા કરી કોંગ્રેસને પરેશાન કરવાનું કામ કરે છે. આવું જ ચાલ્યું તો આપણે ગુલામ જ રહેવું જોઈએ. ભાજપ ક્યારેય ખેડૂતોના પ્રશ્નોને લઈને મત નહીં લે. ભાગલા પાડીને રાજ જેમ અંગ્રેજો કરતા એવું રાજ ભાજપ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં કરે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર