વિજય રૃપાણીએ સોગંદનામામાં ૯ કરોડની સંપત્તિ જાહેર કરી, સામે ઉતર્યા છે કોંગ્રેસના 141 કરોડના માલિક ઈન્દ્રાનીલ રાજગુરૂ

મંગળવાર, 21 નવેમ્બર 2017 (11:46 IST)
૬૯ (પશ્ચિમ) મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર નોંધાવનાર મુખ્યપ્રધાન વિજયભાઈ રૃપાણીએ ૫૦ના સ્ટેમ્પપેપર પર સોગંદ પર રિટર્નીંગ ઓફિસર સમક્ષ પોતાની અને પત્ની અંજલીબેન રૃપાણીના નામની સ્થાવર જંગમ મિલ્કતોની વિગતો જાહેર કરી છે જે મૂજબ કૂલ ૯ કરોડની મિલ્કતો ધરાવે છે. વિજયભાઈ પાસે હાથ પર રોકડ ૧.૨૮ લાખ છે જ્યારે વિવિધ બેન્કોમાં થાપણો, શેર્સ વગેરે ૩,૪૫,૨૩,૩૫૫ અને પત્નીના નામે ૧,૯૭,૮૪,૬૯૦ મિલ્કત છે. પોતાની પાસે ૩.૮૩ લાખનું ૧૩૨ ગ્રામ અને પત્નીના નામે ૧૪.૧૧ લાખનું ૪૮૬ ગ્રામ સહિત ૬૧૮ ગ્રામ સોનુ છે. મુખ્યમંત્રી પોતે ૧૪.૫૯ લાખના ખર્ચે ૨૦૧૩ના મોડેલની ખરીદેલી ઈનોવા કાર ધરાવે છે જ્યારે પત્નીના નામે મારુતિ વેગનઆર છે જે ૨૦૧૪ની  છે. જ્યારે સ્થાવર મિલ્કતોમાં પોતાના નામે (૧) શીવધારા રેસીડેન્સીમાં બે પ્લોટ (૨) ગ્લોરીયન ન્યારામાં તથા લગ્નસાથીના નામે ઈશ્વરીયા બી પંચવટી પ્લોટ (૪) કુંદન રેસીડેન્સી છાપરા (૫) શીવસાગર પાર્ક, કોઠારીયા (૬) નહેરુનગર કો.ઓ.હા.સોસાયટી (૭) કલ્પતરુ ધ લેક સિટી વિંછીયા (૮) રાજકોટ સર્વે ૩૧૩૧ શિવધારા રેસી.પ્લોટ એમ કૂલ ૯ સ્થળે પ્લોટ આવેલા છે જે ૧૬૧૭થી ૧૯૩૯૦ ચો.ફૂટના છે. આ મિલ્કતો વિજયભાઈએ પોતાના નામે તા.૨૨-૭-૧૪ના અને પત્નીના નામે ૩-૧૦-૦૬થી તા.૨૨-૭-૨૦૧૪ સુધીના સમયમાં ખરીદેલી છે. ઉમેદવારે પોતે ખરીદેલા ૩ પ્લોટની ખરીદીના સમયે કિંમત રૃ।.૪૮,૨૯,૩૪૦ હતી. કોમર્શીયલ મિલ્કત પોતાના નામે નથી જ્યારેલગ્નસાથીના નામે કરણસિંહજી રોડ પર ૧૪૦૦૦ ચો.ફૂટ બાંધકામ ધરાવતી મિલ્કતમાં હિસ્સો છે. જ્યારે વિજયભાઈ રૃપાણી રાજકોટના રઘુવીરપરા શેરી નં.૧૦માં આવેલ મે.રમણિકલાલ એન્ડ સન્સ નામની પેઢીમાં ભાગીદાર તરીકે શેર રોકેલ છે અને લગ્નસાથીએ આ જ સ્થળે આવેલ મે.રાજદીપ એક્સપોર્ટ્સ પેઢીમાં રોકાણ કરેલ છે. કૂલ લોન ૭૩.૩૩ લાખની પોતાના નામે અને ૯.૬૭ લાખ લગ્નસાથીના નામે છે. પોતાની સામે એક પણ ફોજદારી કેસ નહીં હોવાનું જણાવાયું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર