છેલ્લાં પાંચ વર્ષમાં ભાજપને રૃા.૮૦.૪૫ કરોડ, કોંગ્રેસને રૃા.૧૪.૦૯ કરોડ દાન મળ્યું

મંગળવાર, 21 નવેમ્બર 2017 (11:43 IST)
વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. હવે ચૂંટણી લડવા માટે ય કરોડોનો ધૂમાડો રાજકીય પક્ષો કરી રહ્યાં છે. છેલ્લાં પાંચ વર્ષમાં ભાજપ,કોંગ્રેસને કુલ મળીને રૃા.૯૭.૫૫ કરોડનુ ફંડ મળ્યું છે. મહત્વની વાત એછેકે, ભાજપ-કોંગ્રેસને મળતાં ફંડમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. નેશનલ ઇલેક્શન વૉચ અને માહિતી અધિકાર પહેલે રાજકીય પક્ષોને મળતાં ફંડનું વિશ્લેષણ કરતાં એવા રસપ્રદ તારણો બહાર આવ્યાં છેકે, વર્ષ ૨૦૧૧-૧૨થી માંડીને વર્ષ ૨૦૧૫-૧૬ સુધીમાં ભાજપને રૃા.૮૦.૪૫ કરોડ જયારે કોંગ્રેસને રૃા.૧૪.૦૯ કરોડનું દાન મળ્યું હતું.

ભાજપને ૨૧૮૬ દાતાઓએ ફંડ આપ્યું જયારે કોંગ્રેસને માત્ર ૫૩ દાતાઓએ ફંડ પુરૃ પાડયું હતું. ભાજપ અને કોંગ્રેસને સૌથી વધુ ફંડ આપનારાં દાતાઓમાં કેડિલા હેલ્થકેર,ટોરેન્ટ ફાર્માસ્યુટિક્સ લિમિટેડ,ઝાયડસ હેલ્થકેર,નિરમા કેમિકલ લિમિટેડ,ટોરેન્ટ પાવર લિમિટેડ અને આરએસપીએલ લિમિટેડ મુખ્ય રહ્યાં છે. આંખે ઉડીને વળગે તેવી વાત એછેકે, સીપીએમ,બીએસપી સહિતના પક્ષોને કાણીપાઇ ફંડપેટે મળી શકી નથી. કોઇ દાતાએ નાના રાજકીય પક્ષોમાં રસ દાખવ્યો નથી. ભાજપને મળેલાં રૃા.૧૦.૧૮ કરોડ જયારે એનસીપીને રૃા.૮.૪૭ કરોડ પાનકાર્ડ નંબર વિના જ દાન મળ્યુ હતું. રાજકીય પક્ષોને રૃા.૯૧.૫૬ લાખ દાન દાતાઓએ ચેક અને ડીડીથી મોકલ્યાં હતા. રૃા.૫.૬૪ કરોડ જેવી માતબર રકમ ભાજપ-કોંગ્રેસને કેવી રીતે દાનપેટે મળી તેની કોઇ વિગત જ ઉપલબ્ધ નથી. વર્ષ ૨૦૧૨-૧૩માં ભાજપ-કોંગ્રેસને સૌથી વધુ રૃા.૧૪.૦૯ કરોડ ફંડ પ્રાપ્ત થયુ હતું. ત્યાર બાદ આ બંન્ને રાજકીય પક્ષોના ફંડમાં ઘટાડો થઇ રહ્યો છે. નેશનલ ઇલેક્શન વૉચે એવી માંગ કરી છેકે, રાજકીય પક્ષોને મળતા ફંડની વિગતો વિશે લોકો જાણી શકે તેવી વ્યવસ્થા હોવી જોઇએ. આ ઉપરાંત પક્ષના ઓડિટ રિપોર્ટ ઇન્કમટેક્સે ચકાસવા જોઇએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર