Live Video - કોંગ્રેસે મને 24 કલાક પહેલા જ કાઢી મુક્યો છે, વિનાશ કાળે વિપરિત બુદ્ધિ - વાઘેલા

શુક્રવાર, 21 જુલાઈ 2017 (14:34 IST)
પોતાના જન્મદિવસના કાર્યક્રમમાં કોંગ્રેસ નેતાઓના આગમન પર વિરોધ બાબતે નારાજ થયેલા શંકરસિંહ વાઘેલાએ હવે લોકો સામે સાર્વજનિક રીતે બોલી રહ્યા છે. તેમણે કહ્યુ - પાર્ટીને રાઈટ છે પોતાના વર્કરને રોકવાનો અને વર્કરને પણ રાઈટ છે કે તેઓ ન આવે.  આ એક્શન ઘણા સમય પહેલા જ લેવો જોઈતો હતો. અમે ક્રોસ વોટિંગ કરાવ્યુ નથી. મે તો  બે એનસીપીના ધારાસભ્યોને લાવીને વોટ કરાવડાવ્યો. બે વાગ્યે જન્મદિવસના કાર્યક્રમમાં પહોંચીશ ત્યા જ બધી વાતો થશે.  કોંગ્રેસના 57 એમએલએના વોટ મે કરાવ્યા છે. 
 
બીજી બાજુ કોંગ્રેસે પણ પોતાના સ્થાનીક નેતાઓને વાઘેલાના જન્મદિવસની પાર્ટીથી દૂર રહેવાની ચેતાવણી આપી છે.  કોંગ્રેસે ગુરૂવારે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા પછી શંકર સિંહ વાઘેલાના જન્મદિવસની પાર્ટીમાં સામેલ થનારા કોંગ્રેસી નેતાઓ વિરુદ્ધ અનુશાસનહિનતાની કાર્યવાહી કરવાનુ એલાન કર્યુ છે.  પોતાની પ્રતિક્રિયામાં વાઘેલાએ કહ્યુ કે મે તો મારો વોટ કોંગ્રેસ ઉમેદવાર મીરા કુમારને જ આપ્યો છે. બાકી ક્રોસ વોટિંગ કોણે કર્યુ તેની તપાસ કરીશુ... 
 

વેબદુનિયા પર વાંચો