રાજકોટ શહેરની પૂર્વ ધારાસભા બેઠક ૬૮ અંતે કોંગ્રેસ હાઈકમાન્ડે જેડીયુને ફાળવી કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર મિતુલ દોંગાને ઉમેદવારી પત્રક પાછું ખેંચી લેવાની સૂચના આપતા કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મિતુલ દોંગાને રાજકોટ પૂર્વની બેઠક પર ટીકીટ આપતાની સાથે જ કોંગ્રેસમાં બળવો થતા અને કોળી સમાજ તથા રાજપૂત જુથે શકિતસિંહ ગોહિલ તથા ધારાસભ્ય ઈન્દ્રનિલ રાજ્યગુરૂના પૂતળા બાળી રોષ વ્યકત કરવામાં આવ્યો હતો. રાજકોટ શહેર કોંગ્રેસનું એક જુથે ઉચ્ચકક્ષાએ ભારે ઉકળાટ ઠાલવતા ડેમેજ કંટ્રોલના ભાગરૂપે તથા કોંગ્રેસ સાથે ગઠબંધન કરનાર જેડીયુને રાજી રાખવા અં એક કાંકરે બે પક્ષી મારવાના ઈરાદે કોંગ્રેસ હાઈકમાન્ડે મિતુલ દોંગાને ઉમેદવારી પાછી ખેંચવા અને જેડીયુ હાઈકમાન્ડે કરણાભાઈ માલધારીને કોંગ્રેસ સાથે સંકલન કરીને બેઠક જીતી બતાવવા આદેશ કર્યો છે.