ભાજપનું અનોખું આમંત્રણ કાર્ડ ગુજરાતમાં પાકેલી કપાતર કોંગ્રેસના વિદાય સમારંભમાં જરૂરથી પધારજો

ગુરુવાર, 7 ડિસેમ્બર 2017 (13:16 IST)
ગુજરાત વિધાનસભાના ફર્સ્ટ ફેઝનું કેમ્પેન આજે પુરું થશે અને શનિવારે અને માટેનું વોટીંગ થશે, જયારે સેકન્ડ ફેઝનું કેમ્પેન મંગળવારે બંધ થશે અને વોટીંગ ગુરુવારે કરવામાં આવશે. મત ગણતરી ૧૮ ડીસેમ્બરે થશે. આ મત ગણતરીના દિવસે શું રિઝલ્ટ આવશે એની અત્યારથી જ કલ્પના કરીને બીજેપીએ એક ઇન્વિટેશન કાર્ડ બનાવ્યું છે. જે વાઇરલ કરવામાં આવશે અને એ ગુજરાતમાં રજિસ્ટર હોય એ તમામ મોબાઇલ સુધી પહોંચતું કરવામાં આવશે. આ ઇન્વિટેશન-કાર્ડને કોંગ્રેસ વિદાયમાન કાર્યક્રમનું નામ આપવામાં આવ્યું છે.

આ કાર્ડની પરિકલ્પના બીજા કોઇની નહીં પણ કેન્દ્રીય પ્રધાન પરષોતમ રૂપાલાની હતી અને તેમણે આ આઇડીયા ગુજરાત બીજેપીને આપ્યો અને ગુજરાત બીજેપીએ આ ઇન્વિટેશન-કાર્ડ ડીઝાઇન કર્યુ. ગુજરાતમાં અત્યારે અંદાજે સવા બે કરોડ મોબાઇલ છે. એ તમામ મોબાઇલ સુધી આ ઇન્વિટેશન - કાર્ડ પહોંચે એ માટે બીજેપીએ વીસ હજાર લોકોને કામે લગાડી દીધા છે અને આ કામ આજ સવારથી શરૂ પણ થઇ ગયું છે. લગ્નપત્રિકામાં પરિવારનાં બાળકોનો ટહૂકો લખવામાં આવતો હોય છે. આ કાર્ડમાં પણ ટહૂકો લખવામાં આવ્યો છે અને એ ટહુકામાં વિકાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર