ગુજરાતને બદનામ કરનાર કોંગ્રેસને 9 તારીખે સજા કરવાની છેઃ ધરમપુરમાં મોદી

સોમવાર, 4 ડિસેમ્બર 2017 (13:12 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધરમપુરના માલનપાડાના વિશાળ મેદાનમાં જાહેર સભાને સંબોધતા કહ્યું કે,  નવમી તારીખે તમારે નક્કી કરવાનું છે કે જે લોકો ગુજરાતને એની પ્રગતિને ગુજરાત નામને ગુજરાતના કોઇ વ્યક્તિને ન સહન કરી શકે છે ન સ્વીકારી શકે છે. કોંગ્રેસનો કોઇપણ માણસ દિવસમાં એકવાર ગુજરાતને ભાંડ્યા વગર તેમને ચેન નથી પડતો.આપણો ગુનો શું? સરદાર વલ્લભભાઇ પટેલ ગુજરાતના હતા એ આપણો ગુનો, દેશને એક કર્યો અને તમે કાશ્મિરની જવાબદારી લીધી તેનો પત્તો નથી પડતો. એ ગુજરાતના હતા એટલે તેમને પેટમાં દુખે છે. મોરરાજી દેસાઇએ ઇન્દિરા ગાંધી સામે વડાપ્રધાન પદનો દાવો કર્યો તો તેમનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો.

આપણા વલસાડ જિલ્લાનું સંતાન મોરરાજી દેસાઇને તમે જેલમાં પૂરી દીધા. ગુજરાત માટે આટલી બધી નફરત એટલે એકવાર ગુજરાતે આ લોકોને એવો પાઠ ભણાવવાનો છેકે દેશ અને દુનિયામાં ગુજરાતને બેઆબરુ કરવાનું બંધ કરો, આ ગુજરાત ક્યારેય કોઇની મહેરબાની જીવ્યું નથી અને જીવશે નહીં. તમારી ચાર પેઢી ગુજરાતને તહેસ નહેસ કરવા પ્રયાસ કર્યા પણ તેને ઉની આંચ આવી નથી, એ ગુજરાતની તાકાત છે. કોંગ્રેસ લાજ શરમ છોડી દીધી છે. જે લોકો જમાનત પર હોય જેમણે કોર્ટે જમાનત આપી હોય, કેસ રજીસ્ટ્રાર કરવાનો હુકમ કર્યો હોય, કોંગ્રેસ પાર્ટી તેને અધ્યક્ષ બનાવવા માટે મજબૂર બને એનો અર્થ એ થાય કે કોંગ્રેસે દેવાળું ફૂંક્યું છે. તેની પાસે કંઇ બચ્યું છે. કોંગ્રેસમાં કેવા લોકો ઉપર આવવાના છે તેનો અણસાર આપે છે. 2017માં ભાજપ કોમવાદી છે તેવું ભાષણ નથી કર્યું. કોંગ્રેસે પણ સ્વિકારી લીધું છેકે ભાજપ કોમવાદી હોવાની વાત ખોટી હતી એ મુસ્લિમ વોટબેન્ક માટે હતી. કોંગ્રેસના જૂઠ્ઠાણાનો અસ્વીકાર કરવા માંડ્યો તો તેણે રંગરૂપ બદલવા માંડ્યા છે. લોકો સવાસેક્યુલર થવા માટે દોડતા હતા. ગુજરાતની તાકાત જુઓ જે લોકો 70 વર્ષથી આ દેશના સતને સ્વીકારી નહોતા તેઓને ક્યાં ક્યાં જવું પડે છે, ચપ્પલ ઘસી નાંખ્યા. ગુજરાતની જનતા ભોળી નથી કે તેને કોઇ છેતરી શકે. અપપ્રચાર, જૂઠ્ઠાણાના આધારે બદનામ કરવાની પેરવી ચાલી રહી છે, તેને આ ચૂંટણીમાં ગુજરાત કોઇ કાળે સાંખી લેવાનું નથી. મોદીને 2019માં કંઇ કરી શકાય તેવું દેખાતું નથી. તમારી પાંચ-પાંચ પેઢી ઉત્તરપ્રેદશની અંદર પગ જમાવીને બેઠી હતી, એક પછી એક કુંટુબના પ્રધાનમંત્રીઓ ઉત્તર પ્રદેશમાંથી આવતા હતા. તેમને એવી ઓળખી ગઇ છેકે કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં સાફ થઇ ગઇ. તેમનું ક્યાંય ઉપજતું નથી એટલે ગુજરાતમાં મોદીને પાડી દો એટલે તેમની વાત બધા માનશે. એને ગુજરાત સ્વીકાર નહીં કરે. વિકાસની આડે આવનારાઓને ગુજારત માફ નહીં કરે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર