ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ ગુજરાત પ્રદેશ ભાજપમાં ધરખમ ફેરફારની શક્યતા સેવાઈ રહી છે ત્યારે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની જગ્યાએ નવા પ્રદેશ પ્રમુખ નિમવામાં આવી શકે છે. જો તેમને કેબિનેટમાં સ્થાન નહીં મળે તો આગામી લોકસભા ચૂંટણી 2019 સુધી તેઓ જ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે ફરજ બજાવશે. હાલ તો પાર્ટી સૂત્રોમાં ચર્ચાતી વાતોને આધાર માનવામાં આવે તો તેઓ મુખ્યપ્રધાન અથવા કેબિનેટ કક્ષાના પ્રધાનની રેસમાં છે. ઓગસ્ટ 2016માં વાઘાણીની ગુજરાત પ્રદેશ પ્રમુખ પદે નિમણુંક કરવામાં આવી હતી.