કોંગ્રેસે હાર્દિક અલ્પેશ અને જિજ્ઞેશને ચૂંટણી લડવા આમંત્રણ આપ્યું, હાર્દિકે ફગાવ્યું

શનિવાર, 21 ઑક્ટોબર 2017 (14:30 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવે છે ત્યારે ત્રણ આંદોલનકારી નેતાઓ હવે વધુ ને વધુ સક્રિય થઈ રહ્યાં છે. ભાજપની વિરૂદ્ધમાં આ નેતાઓ હાલમાં આંદોલન ચલાવી રહ્યાં હોવાથી તેઓને કોંગ્રેસ દ્વારા ચૂંટણી લડવા માટે આમંત્રણ અપાયું છે. હાર્દિક પટેલ સહિત પાટીદારોને કોંગ્રેસને સમર્થન આપવા અને ચૂંટણી લડવા આમંત્રણ આપ્યું છે. તો અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીને પણ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવા માટે આમંત્રણ આપ્યું છે. તો બીજી તરફ જેડીયુ નેતા છોટુ વસાવાને પણ કોંગ્રેસને સમર્થન આપવા માટે આમંત્રણ આપ્યું છે.

પાટીદાર અનામત આંદોલનને લઇને પાટીદારો ભાજપના વિરોધમાં છે ત્યારે કોંગ્રેસ પણ પાટીદારોની નારાજગીનો લાભ ઉઠાવી ગુજરાતમાં પોતાની સત્તા જમાવવા માગે છે. જ્યારે બીજી બાજુ દલિતો પણ ભાજપથી નારાજ ચાલી રહ્યા છે ત્યારે ભરતસિંહે દલિત નેતા જિજ્ઞેશ મેવાણીને પણ ચૂંટણી લડવા માટે આમંત્રણ આપ્યું છે.પાસના કન્વીનર હાર્દિક પટેલે કોંગ્રેસ તરફથી વિધાનસભા ચૂંટણી લડવાના મળેલા આમંત્રણને ફગાવી દીધું છે. હાર્દિક પટેલે ટ્વિટ કરી ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. હાર્દિક પટેલે કહ્યું કે મારે ચૂંટણી લડવી નથી અને ચૂંટણી લડવાનો અમારો કોઇ સ્વાર્થ પણ નથી. હાર્દિકે કહ્યું કે અમને માત્ર અધિકાર અને ન્યાય જોઇએ છે. અમે અહંકાર સામે લડતા રહીશું અને અંતે જીત અમારી જ થશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર