2. બીજેપી હવે યુવાઓને ખેચનારુ ચુંબક નહી..
બીજેપી માટે ચિંતાનુ સૌથી મોટુ કારણ ગુજરાતના યુવા વોટરોમાં લોકપ્રિયતા ઓછી થવી છે. અન્ય રાજ્યોના તાજેતરની ચૂંટણીમાં અહી સુધી કે 2014ના લોક્સભા ચૂંટણીમાં દેશના યુવાઓ આશા રાખનારા મતદાઓ માટે બીજેપી ચુંબકની જેમ સાબિત થઈ હતી. પણ એ આશાઓ પૂરી ન થવી એ બીજેપી માટે જમીની સુરંગ સાબિત થઈ શકે છે. શરત એ છે કે ગુજરાતમાં યુવા વોટરોએ જે ટ્રેંડ બતાવ્યો છે તે દેશના અન્ય રાજ્યમાં પણ ફેલાય છે.. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીનો રાહુલ ગાંધી સાથે પૂરો તાલમેલ સાથે કામ કરવાથી યુવા વોટરોનો એક મોટો ભાગ બીજેપીથી દૂર ભાગ્યો છે. ગુજરાતમાં ફક્ત 18થી 25ના આયુ વર્ગમાં જ કોંગ્રેસ વોટ શેયરના મામલે બીજેપીને માત દેવામાં સફળ રહી છે. યુવાઓમાં 45% એ કોંગ્રેસના પક્ષમાં વોટ આપવનો સંકેત આપ્યો. બીજી બાજુ બીજેપીને 44% યુવા મતદાતાઓનુ જ સમર્થન મળતુ દેખાય રહ્યુ છે.