ગુજરાત ચૂંટણી પરિણામ - સટોડિયાઓએ BJPના જીતનો કર્યો દાવો.. પણ કોંગ્રેસ પણ પાછળ નથી

શનિવાર, 16 ડિસેમ્બર 2017 (10:44 IST)
ગુજરાત ચૂંટણીમાં એક્ઝિટ પોલના પરિણામ ભલે જે પણ આવે પણ દેશની બે મોટી પાર્ટી બીજેપી અને કોંગ્રેસના ભાગે 18 ડિસેમ્બર્ના રોજ કેટલી સીટો આવ્શે તેના પર સટ્ટો લાગી રહ્યો છે. ગુજરાતના સટ્ટા બજાર મુજબ હાલ બંને પાર્ટીયો માટે  35/45નો ભાવ ચાલી રહ્યો છે. જેમા બીજેપીને 100માંથી 103 સીટો આપવામાં આવી છે જ્યારે કે કોંગ્રેસને 78થી 100 સીટો મળવાનુ અનુમાન સટ્ટા બજારે લગાવ્યુ છે. 
 
કોણો કેટલો ભાવ ?
 
બીજેપી જો 103+ સીટો જીતશે તો એક લાખ રૂપિયા પર 35 હજાર જ્યારે કે બીજેપી 100 કે તેનાથી ઓછી સીટો જીતશે તો પૂરી રકમ જતી રહેશે.. (એક લાખ રૂપિયા) બીજી બાજુ કોંગ્રેસનો ભાવ હાલ 76  થી 78 ચાલી રહ્યો છે. એવામાં કોંગ્રેસ જો 78કે તેનાથી વધુ સીટો જીતશે તો એક લાખ પર 35 હજાર મળશે.  
 
ગુરૂવારે એક્ઝિટ પોલ થતા પહેલા સટ્ટા બજારનો ભાવ 92-94 બીજેપી માટે ચાલી રહ્યો હતો.  જ્યારે કે કોંગ્રેસનો ભાવ 90-92 ચાલી રહ્યો હતો.. 
 
ઈંડિયા ટુડે-એક્સિસ-માય-ઈંડિયાના એક્ઝિટ પોલે ગુજરાતમાં બીજેપીની સ્પષ્ટ જીતનુ અનુમાન લગાવ્યુ છે. બીજેપીને 99થી 113 સીટો મળી શકે છે.. જ્યારે કે 22 વર્ષ પછી કમબેક કરવાની આશા પર કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે.. કોંગ્રેસને 68થી 82 સીટો જ મળી શકે છે.. બીજી બાજુ અન્યના ખાતામાં એકથી ચાર સીટો આવી શકે છે. ગુજરાતમાં બહુમત માટે 92 સીટોની જરૂર હોય છે. 
 
બજારે પણ કર્યુ એક્ઝિટ પોલ 
 
વેપારીઓનુ કહેવુ છે કે ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ ફક્ત મીડિયાએ જ નહી પણ બજારે પણ કર્યુ હતુ. ગુજરાતના વાયદા વેપારીઓના એક્ઝિટ પોલમાં બીજેપીને 115થી 125 સીટો મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પણ વેપારીઓને  એવુ પણ લાગે કે હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરને કારણે ભાજપાને ગુજરાતમાં રાજનીતિક નુકશાન જરૂર થયો છે.  આવામાં રાજનીતિક ગલિયારાથી લઈને સટ્ટા બજાર સુધી આખા દેશની નજર 18 ડિસેમ્બરના રોજ આવનારી ચૂંટણીના અસલી પરિણામ પર ટકી છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર