ભાવનગરના સરદાર પટેલ સ્મૃતિ સ્મારકમાં દુર્લભ તસવીરો ખૂણામાં ધકેલી દેવાઈ

મંગળવાર, 31 ઑક્ટોબર 2017 (13:22 IST)
દેશને આઝાદી અપાવવામાં અને આઝાદી બાદ અખંડ ભારતની રચનામાં સિંહ ફાળો આપનાર સરદાર વલ્લભભાઇ પટેલની સ્મૃતિમાં ભાવનગર ખાતે ક્રેસન્ટ સર્કલ ખાતે આવેલી સરદાર સ્મૃતિ ઇમારત બનાવવામાં આવી હતી. તેમની સ્મૃતિમાં ભાવનગર ખાતે બનાવવામાં આવેલુ સરદાર સ્મૃતિ સ્મારક એકદમ જર્જરીત હાલતમાં ગરકાવ થઇ ગયુ છે, અને સરદાર પટેલની દુર્લભ તસવીરો ખૂણામાં ધકેલી દેવામાં આવી છે, સરદાર દર્શન ખંડ બંધ, વાંચનાલયને તાળા મારી દેવામાં આવ્યા છે.

સરદાર સ્મૃતિનો સરદાર દર્શન ખંડ જર્જરીત હાલતમાં હોવાથી તેને બંધ કરવામાં આવ્યો છે, અને સરદાર પટેલની દુર્લભ ગણાતી તસવીરોને ખૂણામાં ધકેલી દેવામાં આવી છે, ઉપરાંત સરદાર પટેલના સુવાક્યો સાથેની તક્તીઓ ધૂળના ઢગલામાં પરિવર્તિત થઇ ચૂકી છે. સરદાર પટેલ અંગેનું વાંચનાલય પણ લાંબા સમયથી બંધ કરી દેવામાં આવ્યુ છે. સરદાર સ્મૃતિમાં ભોંયતળીયે આવેલા હોલને ભાડે આપવામાં આવે છે. તેના ભાડાની આવકમાંથી સમગ્ર પ્રવૃત્તિને ચલાવવામાં આવી રહી છે. પરંતુ ટ્રસ્ટીગણ મોટી ઉંમરના હોવાથી તથા આ ઇમારત પ્રત્યે પુરતુ ધ્યાન આપી શક્તા નહીં હોવાથી હાલ સાવ ખંઢેર બની ગયુ છે. લોકો સરદાર સ્મૃતિની પણ મુલાકાત લેતા. પરંતુ સમય જતા સરદાર સ્મૃતિની હાલત તદ્દન દયાજનક અવસ્થામાં તબદીલ થઇ ચૂકી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર