અલ્પેશ ઠાકોર રાજકારણમાં સક્રીય, રાજનીતિને શુદ્ધિકરણ કરવા વિજય સંકલ્પ યાત્રા શરુ

રવિવાર, 28 મે 2017 (15:33 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે અલ્પેશ ઠાકોર રાજકારણમાં સક્રીય થયો છે.  અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં આજથી ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચની અમદાવાદ થી સોમનાથ સુધીની ગુજરાત વિજય સંકલ્પ યાત્રા નીકળી હતી. જેમા યાત્રાના રૂટ દરમિયાન જગુઆર સહિતની  182 મોંઘી ગાડીઓ ગાડીઓના કાફલો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.ક્ષત્રિય ઠાકોર સેના અને ઓએસએસ એકતા મંચે ગુજરાત વિજય સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું છે.
 
 
      આજે કર્ણાવતી ક્લબ ખાતેથી શરૂ થયેલી યાત્રા યાત્રા આવતીકાલે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ સોમનાથ પહોંચશે.યાત્રા પૂર્વે  અમદાવાદમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, યુવાનોને રોજગારી મળતી નથી મહિલાઓને સુરક્ષા નથી મળતી. જ્યારે ગુજરાતમાં દારૂબંધી છે પણ માત્ર નામની હોવાનું જણાવ્યું હતું
   અલ્પેશ ઠાકોરે વધુમાં કહતું હતું કે , ગુજરાતની આ રાજનીતિનું શુદ્ધીકરણ કરવું છે, વિકાસની રાજનીતી કરવી છે.શ્રવણ હોય કે પછાત વર્ગના યુવાન હોય તમામને સાથે લઇ દુઃખી ગુજરાતને સુખી ગુજરાત કરવું છે. ગુજરાતના યુવાનોને સાથે લઇ આજે સોમનાથ દાદાના દર્શન કરવા જઇ રહ્યા છીએ. આવતીકાલે ગુજરાતના રાજનીતીક એજન્ડાની જાહેરાત કરીશું.સોમનાથ ખાતે બે મહારેલી, ત્રણ મહા સંમેલન ઉપરાંત અન્ય કાર્યક્રમોની જાહેરાત કરાશે. 

વેબદુનિયા પર વાંચો