ભાજપે પ્રદેશ ચૂંટણી સમિતિ નીમી દઈને વહેલી ચૂંટણીના સંકેતો આપ્યાં

ગુરુવાર, 6 એપ્રિલ 2017 (13:15 IST)
ગુજરાત વિધાસનભાનીની ચૂંટણી વહેલી થાય તેવા સંકેતો ભાજપે જ આપ્યા છે. બુધવારે એકાએક જ પ્રદેશ ભાજપ દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિ, પ્રદેશ ચૂંટણી કેમ્પેઈન સમિતિ, પ્રદેશ શિસ્ત સમિતિ અને પ્રદેશ ચૂંટણી સંકલ્પ સમિતિની જાહેરાત કરી દીધી છે. સામાન્ય રીતે આવી સમિતિઓની નિમણૂકો  ચૂંટણીનાં બે મહિના પહેલા જ કરાતી હોય છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો નિયત સમય ડીસેમ્બર-૨૦૧૭ છે. એટલે કે કે હજુ ઓછામાં ઓછા ૮થી ૯ મહિનાની વાર છે. આમ છતાં ભાજપ દ્વારા ચૂંટણી માટેની તૈયારીઓ શરૃ કરી દેવાઇ છે. ચૂંટણી સમિતિ (પાર્લામેન્ટરી બોર્ડ)ની મુખ્ય જવાબદારી ઉમેદવારોની પસંદગીનું તેની પેનલ બનાવવાનું છે. ઉપરાંત ચૂંટણી પ્રચાર કઇ રીતે કરવો તેમજ ચૂંટણી જીતવા માટેની વ્યૂહરચના પણ ઘડાતી હોય છે.

છેલ્લા કેટલાક સમિયથી અવારનવાર વહેલી ચૂંટણી આવશે એવી અટકળો થતી રહી છે. જેની સામે ચૂંટણી સમયસર જ થશે એવા ખુલાસા કરાયા છે. ભાજપ-કોંગ્રેસ દ્વારા તેમજ સરકાર દ્વારા પણ 'ગમે તે સમયે ચૂંટણી થાય અમે તૈયાર જ છીએ' એવી વાતો કહેવામાં આવી હતી.છેલ્લે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે નવેમ્બરમાં ભાજપનો વિજયી રથ કાઢવાની જાહેરાત કરતા વહેલી ચૂંટણીની અટકળો પર પૂર્ણ વિરામ મૂકાઇ ગયું હતું. ત્યાર બાદ વિરોધ પક્ષનાં નેતાઓ વિશ્વાસ સાથે કહ્યું હતું કે, PM મોદીની ૧૭મીની ગુજરાતની મુલાકાત બાદ વિધાનસભાને બરખાસ્ત કરીને વહેલી ચૂંટણી કરી દેવાશે. ભાજપનુ હાઇકમાન્ડ UP - ઉત્તરાખંડમાં મળેલા વિજયનો લાભ તુરંત જ ઊઠાવવા માગે છે.

ચૂંટણી ખરેખર વહેલી યોજાશે કે કેમ તે અંગે પ્રદેશ ભાજપના હોદેદારો અને જુનિનર-સીનિયર મંત્રીઓ હજુ પણ કશું કહેવાની સ્થિતિમાં નથી. કારણ કે નવી દિલ્હીમાં બેઠા બેઠા જ PM મોદી અને અમિત શાહ જ આ અંગેનો આખરી નિર્ણય  લેવાના છે. જ્યારે પ્રદેશ ચૂંટણી કેમ્પેઈન સમિતિના ઈન્ચાર્જ તરીકે કૌશિકભાઇ પટેલની નિમણૂક કરાઇ છે.

વેબદુનિયા પર વાંચો