Gudi padwa - ગુડી પડવા એ મહારાષ્ટ્ર અને ગોવામાં ઉજવવામાં આવતો એક મહત્વપૂર્ણ હિંદુ તહેવાર છે. તે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા પર ઉજવવામાં આવે છે. આ તહેવાર વસંત અને નવા વર્ષની શરૂઆત દર્શાવે છે. આ વર્ષે ગુડી પડવો 30 માર્ચ, 2025, રવિવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસ માત્ર ધાર્મિક રીતે જ નહીં પણ સાંસ્કૃતિક રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે મરાઠી નવા વર્ષની શરૂઆત કરે છે. આ દિવસથી ચૈત્રી નવરાત્રીનો પણ પ્રારંભ થશે.