ગરમીની ઋતુમાં જ કેમ વધુ થાય છે આગની ઘટનાઓ ?

બુધવાર, 28 એપ્રિલ 2021 (12:55 IST)
ગરમી  (summer)ની ઋતુમાં કોઈપણ સામાનને બળવા માટે જે તાપમાન (Temperature) તે મળી રહે છે. આવામાં એક ચિંગારી આગ લગાવવા માટે પુરતી હોય છે. અગ્નિ શમન વિભાગ (Fire department)ના નિદેશ અતુલ ગર્ગએ એક ખાસ વાતચીતમાં આ વાત કરી. 
 
તેમણે કહ્યુ કે તાપમાન વધુ હઓવાથી બધી વસ્તુઓ ગરમ થઈ જાય છે. આવી સ્થિતિમાં તેના બળવાની ક્ષમતા અપેક્ષાકૃત વધુ હોય છે. તેથી એક સાધારણ ચીનગારી પણ આગ પકડવા માટે પુરતી હોય છે. 
 
જો વીજળીના તાર ઓગળી ગયા હોય કે અન્ય કોઈ કમી હોય તો શિયાળાના મુકાબલે ગરમીમા તેના બળવાની શક્યતા વધુ હોય છે. અનેકવાર એવી ઘટના દરમિયાન લોકો ઘરમાં કે ગાડીઓમાં ફસાય જાય છે અને તેમનો જીવ જોખમમા પડી જાય છે. 
 
 ગરમીમા વિશેષ કરીને આ વાતોનુ રાખો ધ્યાન 
 
- સર્વિસિંગ કરાવ્યા પછી જ એસીનો ઉપયોગ કરો 
 
- જરૂર પડે તો વીજળીનુ જુનુ વાયરિંગ કે સ્વિચ બદલી નાખો. 
 
- અચાનક પાવર કત થતા એસી, ટીવીની સ્વિચ ઓફ કરી દો 
 
- જો અનેક દિવસો પછી ઓફિસ ખોલી રહ્યા છો તો ઈલેક્ટ્રિકલ સિસ્ટમને ચેક કરાવી લો 
 
- ઓફિસના ફાયર સેફ્ટી સિસ્ટમની પણ તપાસ કરીને જોઈ લોકે તે ઠીક રીતે કામ કરી રહ્યા છે કે નહી. ફાયર પંપ ચાલી રહ્યા છે કે નહી અને ટૈંકમાં પાણી છે કે નહી. 
 
- હોસ્પિટલમાં આડેધડ નવા મશીનો લગાવતા પહેલા ઈલેક્ટ્રીકલ મીટરની કેપેસિટી ચકાસી લો. નિયમિત વાયરિંગ ચેક કરાવો 

-એસીની આસપાસ જો કોઈ જ્વલનશીલ વસ્તુ હોય જેવી કે પડદા, કાગળ, લાકડી કે પ્લાસ્ટિક તો તેને હટાવી દો 
- કામ પુરૂ થયા પછી એલપીજી સિલિંડરનુ રેગ્યુલેટર ઓફ કરો 
 
- જો પાવર ફ્લચ્યુએશન થઈ રહ્યુ છે તો એસી, ટીવી વગેરે બંધ કરી દો 
 
- આગથી બચાવ માટે ઘર કે ઓફિસમાં સારી કંડીશનમાં કામ કરી રહેલા નાના ફાયર એક્સટિંગ વિશર મુકો 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર