ચક્રવર્તી વાવાઝોડુ કેમ અને કેવી રીતે આવે છે ? વાવાઝોડાના વિચિત્ર નામ કેવી રીતે નક્કી થાય છે ?

રવિવાર, 16 મે 2021 (15:06 IST)
ચક્રવાત શુ છે - ઓછા વાયુમંડળીય દબાણના ચારે બાજુ ગરમ હવાની ઝડપી આંધી (તોફાન/વાવાઝોડુ) ને ચક્રવાત કહે છે. દક્ષિણી ગોળાર્ધમાં આ ગરમ હવાને ચક્રવાતના નામથી ઓળખવામાં આવે છે અને આ ઘડિયાળની સોય સાથે ચાલે છે. ઉત્તરી ગોળર્ધમાં આ ગરમ હવાને રિકેન કે ટાઈફૂન કહે છે. આ ઘડીની સોયના વિપરિત દિશામાં ચાલે છે. 
 
કયા વિસ્તારમાં ચક્રવાતી વવાઝોડુ અધિક અસર કરે છે 
 
ભારતના દરિયા કિનારા ખાસ કરીને ઓડિશા, ગુજરાત, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરલ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગોવા ચક્રવાતી વાવાઝોડાથી વધુ પ્રભાવિત થાય છે. 
 
વાવઝોડા વિશે આ જાણો છો? -
 
ઓછા પ્રેશરના વાતાવરણને અલગ અલગ દેશમાં અલગ અલગ નામથી ઓળખવામા  આવે છે.  કેમ કે જે દેશમાં હવામા ખાતા વારા તે નોંધવામાં આવે છે. તે દએશમા તેમની પરંપરા મુજબ નામ અપાય છે. જેમ એ ભારતમાં સાયક્લોન, અમેરિકામાં હરિકેન અને જાપાન અને અન્ય દેશમાં તેને ટાયપૂન પણ કહે છે. 
 
કેવી રીતે બને છે ચક્રવાતી વાવાઝોડુ 
 
ગરમ વિસ્તારના સમુદ્રમાં હવામાનની ગરમીથી હવા ગરમ થઈને એકદમ ઓછુ વાયુ દબાણનુ ક્ષેત્ર બનાવે છ.  હવા ગરમ થઈને ઝડપથી ઉપર આવે છે અને ઉપના ભેજ સાથે મળીને વાદળ બનાવે છે. આને કારણ બનેલા ખાલી સ્થાનને ભરવા માટે ભેજવાળી હવા ઝડપથી નીચે જઈને ઉપર આવે છે. જ્યારે હવા ખૂબ ઝડપથી એ ક્ષેત્રની ચારેબાજુ ફરે છે તો કાળા વાદળ અને વીજળી સાથે મુશળધાર વરસાદ વરસાવે છે.  ઝડપથી ફરતી આ હવાના ક્ષેત્રનો વ્યાસ હજારો કિલોમીટર હોઈ શકે છે. 
 
કેવી રીતે રાખવામાં આવે છે ચક્રવાતી વાવાઝોડાના નામ 
 
બરબાદી મચાવનારા ચક્રવાતોનુ નામકરણ કરવા પાછળનુ મુખ્ય કારણ એ છે કે તેને લઈને લોકો અને વૈજ્ઞાનિક સ્પષ્ટ રહી શકે. 
 
વિશ્વ હવામાન સંસ્થા અને યુનાઇટેડ નેશન્સ પેસિફિક એશિયન ક્ષેત્રની આર્થિક અને સામાજિક આયોગની તબક્કાવાર પ્રક્રિયા પછી ચક્રવાતને નામ આપવામાં આવે છે. આઠ ઉત્તર ભારતીય દરિયાઇ દેશો (બાંગ્લાદેશ, ભારત, માલદીવ્સ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઇલેન્ડ) એક સાથે મલીને આવનારા ચક્રવાતી વાવાઝોડાના 64  (દરેક દેશના આઠ નામ)  નામ નક્કી કરે છે. જ્યાર ચક્રવાત આ આઠ દેશોના કોઈ એક ભાગમાં પહોચે છે,  યાદીમાંથી આગમી બીજ કોઈ સારુ નામ રાખવામાં આવે છે.   આ આઠ દેશોની તરફથી સુજાવેલા નામનો પહેલો અક્ષર મુજબ તેમનો ક્રમ નક્કી કરવામા આવે છે અને તેના હિસાબથી જ ચક્રવાતી વાવાઝોડાનુ નામ રાખવામાં આવે છે.  વર્ષ 2004માં ચક્રવાતી વાવાઝોડાનુ નામકરણની આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી. 
 
આ વખતે  ભારતને કોરોના કટોકટીમાં ચક્રવાતનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે ભારતીય હવામાન વિભાગે તેના તાજેતરના સુધારામાં કહ્યું છે કે અરબી સમુદ્રમાં ચક્રવાતનું દબાણ બની રહ્યું છે જે 16 મેના રોજ ચક્રવાત નું રૂપ લઈ શકે છે. આ 2021 નું પહેલું ચક્રવાત છે, જેનુ નામ મ્યાંમાર તરફથી તૌકતે (તાઉ-તે)  આપવામાં આવ્યું છે. જેનો અર્થ છે વધુ અવાજ કરનારી ગરોળી 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર