તમને પણ ઘરે તિરંગો લગાવ્યો હશે. પરત રાખવાના નિયમ જાણો છો તમે? આ હોય છે સાચી રીત

ગુરુવાર, 18 ઑગસ્ટ 2022 (12:19 IST)
15 ઓગસ્ટના અવસરે આખા દેશભરમાં લોકો તેમના ઘર પર ઝંડો લગાવ્યો હતો. આઝાદીના જશ્ન પછી હવે જવાબદારી છે કે લોકો રાષ્ટ્રીય ધ્વજનો સમ્માન કરવો અને તિરંગાને ફરીથી સમ્માનથી રખાય. હકીકતમાં જે રીતે ધ્વજારોહણ કરવાના નિયમ હોય છે. તેમજ હવે ઝંડાને રાખવા અને ઉતારવાના પણ ઘણા નિયમ છે. તેથી આમે અમે તમને જણાવી રહ્યા છે કે તમને તમારા ઘર પર લાગેલા ઝંદાને કેવી રીતે ઉતારવો જોઈએ અને કેવી રીતે રાખવો જોઈએ. 
 
કેવી રીતે રાખવો જોઈએ ઝંડિ 
ભારતીય ધ્વજ સંહિતા મુજબ જો તમને લાગે છે કે ઝંડો ફાટી ગયો છે કે હવે ફરકાવવા યોગ્ય નથી તો તેને દાટી દેવો કે પછી સળગાવી નાખવો જોઈએ. આ વાતની કાળજી રખાય કે નેશનક ફ્લેગનો અપમાન ન હોય. તે સિવાય  ઘણા સંગઠન ઝંડા પરત લેવાની કોઈ ઝુંબેશ ચલાવી રહ્યા છે, જો તમે તેમ કરવા માંગતા હો, તો તમે તેને પણ આપી શકો છો.
 
ઝંડાને દાડવાથી પહેલા તેને એક બૉક્સમાં રાખો અને સમ્માનની સાથે શાંતિપૂર્ણ વાતારવરણમાં દાટી નાખો. પણ તેને કૂડાદાન કે બીજા જગ્યા પર ના ફેંકવો. જો તમને લાગે છે કે ઝંડો યોગ્ય છે અને તેને ફરીથી ફરકાવી શકાય છે તો તેને તમારી પાસે સાચવીને રાખી લો. 
 
તેને ફોલ્ડ કરવાની રીતે છે જેમાં ઝંડાને લંબચોરસ કેસરિયા અને લીલા રંગની પટ્ટીને સફેદના પાછળ કરી નાખો. પછી અશોક ચક્રના બન્ને બાજુના ભાગને પાછળ કરી નાખો એટલે કે જ્યારે ઝંડો ફોલ્ડ કરશો તો તમને માત્ર ચક્ર જોવાશે. 
 
આ રીતે ઝંડાને સાચવીને કોઈ પણ સુરક્ષિત સ્થાન પર રાખી દો. આ તમારી જવાબદારી છે કે તમારા ઘરમાં કે આસપાસ ઝંડાનો અપમાન ન હોય્ જો કોઈ ઝંડાનો અપમાન કરતા કે તેનો દુરૂપયોગ કરતા મળશે તો ત્રણ વર્ષ સુધીની જેલ થઈ શકે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર