લોકસભાની ચુંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે. પી.એમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી નો વિજય નિશ્ચિત હોવાની સાથે એન.ડી.એ ની સરકાર સત્તામાં આવે તેવી સંભાવના પ્રબળ બની છે. ભાજપના વિજયરથના સારથી બની હવે દેશનું સુકાન સંભાળવા મુખ્યમંત્રી શ્રી જઈ રહ્યા છે ત્યારે ગાંધીનગરમાં પણ અનોખી રાજકીય ઉત્તેજના છવાયેલી જોવા મળી રહી છે.