. લોકસભાની 543 સીટો માટે ચાલી રહેલી મતગણતરીમાં મળી રહેલ પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીની શરૂઆતથી બઢત મળતી દેખાય રહી છે અને બીજેપી ગઠબંધનને કુલ 337 સીટો મળતી દેખાય રહી છે. હાલ બધા 543 સીટોના પરિણામ આવી રહ્યા છે. જેમાથી 337 સીટો પર બીજેપી અને તેના સહયોગી પાર્ટીયોના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. જ્યારે કે કોંગ્રેસ અને તેના સહયોગી દળોના ઉમેદવાર 62 સીટો પર સમેટાઈ જતા જોવા મળી રહ્યા છે. 144 સંસદીય ક્ષેત્રોમાં અન્ય ઉમેદવાર બઢત બનાવેલ છે. આ દરમિયાન કોંગ્રેસ પ્રવક્તા અભિષ્કે મનુ સિંઘવીએ એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં સ્વીકર કર્યુ. હુ જાણુ છુ આછી તસ્વીર દેખાય રહી છે. બીજી બાજુ બીજેપીના વરિષ્ઠ નેતા અડવાણીએ મોદીને પીએમ પદના ઉમેદવાર મોદીને શુભેચ્છા પાઠવી.
આ દરમિયાન ગુજરાતની વડોદરા અને ઉત્તરપ્રદેશની વારાણસી સીટો પરથી મોદી જીતી ગયા છે. ગાંધીનગરથી લાલકૃષ્ણ અડવાણી અને વિદિશા સીટ પરથી સુષ્મા સ્વરાજ પણ ચૂંટણી જીતી છે. બીજી બાજુ બીજેપીના વરુણ ગાંધી અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ જીતી ચુક્યા છે. ઉત્તર પ્રદેશની બાગપત સીટ પરથી રાષ્ટ્રીય લોકદળના અજીત સિંહ બીજેપીના સત્યપાલ સિંહથી હારી ગયા છે અને સુલ્તાનપુર સીટ પર બીજેપીના વરુણ ગાંધી વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. કર્ણાટકની શિમોગા સીટ પર બીએસ યેદિયુરપ્પાને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે
16મી લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચામાં વારાણસી બેઠક રહી છે. આ બેઠક ત્રણ બળિયા બાથે વળગ્યા જેવા હાલ છે.હાલ આ બેઠકની મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.પ્રથમ અડધી કલાકમાં બેલેટ મતોની ગણતરી કર્યા બાદ, ઈવીએમના મતો ગણવાથી શરૂઆત કરી હતી. શરૂઆતની ગણતરીમાં નરેન્દ્ર મોદી વડોદરા અને વારાણસી એમ બન્ને બેઠકો પર આગળ ચાલી રહ્યાં હતા.