સલીમ ખાને નરેન્દ્ર મોદીની ઉર્દૂ વેબસાઈટ લોંચ કરી

બુધવાર, 16 એપ્રિલ 2014 (16:26 IST)
અભિનેતા સલમાન ખાનના પિતા સલીમ ખાને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી માટે વેબસાઈટ લોન્ચ કરી છે. જોકે નરેન્દ્ર મોદીની પોતાની મુખ્ય ભાષાઓમાં વેબસાઈટ ધરાવે છે. પરંતુ સલીમ ખાને નરેન્દ્ર મોદી માટે લોન્ચ કરેલી વેબસાઈટ ઉર્દૂમાં છે. આ ઉપરાંત સલીમ ખાને મોદીને સમર્થન કરનારું નિવેદન આપતા કહ્યું કે મોદી રાજમાં સુરક્ષિત છે મુસ્લિમ..\\\\
 
નરેન્દ્ર મોદીની ઉર્દૂ વેબસાઈટ ખોલતાની સાથે જ તસ્વીરોની એક ગેલેરી જોવા મળે છે. જેમાં મુસ્લિમ સમુદાય સાથે મોદીએ કરેલી મુલાકાતની છબીઓ છે.આ ઉપરાંત આ વેબસાઈટ પર નરેન્દ્ર મોદીની જીવની પણ મૂકવામાં આવી છે. આ વેબસાઈટ પર ટેબ અને માહિતી સરખી જ છે અન્ય ભાષાઓની વેબસાઈટ પર છે.
 
સલીમ ખાને કહ્યું કે રમખાણો ક્યા સુધી વાતો થતી રહેશે. જીવનભર રમખાણોની વાતો લઈને રડી ન શકાય. જૂની વાતનો ભૂલીને આગળ વધવું જોઈએ.
 
આ ઉપરાંત સલીમ ખાને કહ્યું કે અત્યારસુધી તે કોંગ્રેસને વોટ આપી રહ્યાં હતાં. પરંતુ હવે તે અનેક મુદ્દે નારાજ છે. તેમણે મોદી પર ભરોસો હોવાની વાત કહી ..ઉલ્લેખનીય છેકે ઉતરાયણ વખતે સલમાન ખાન ગુજરાતમાં આવ્યા હતા અને તે વખતે તેમણે મોદીના વખાણ કર્યા હતા.

વેબદુનિયા પર વાંચો