લોકસભા 2014 : ભાજપની ત્રીજી યાદી જાહેર

શુક્રવાર, 14 માર્ચ 2014 (11:54 IST)
P.R
ભાજપની કેન્‍દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ગુરૂવારે દિલ્‍હીમાં મળી હતી. જેમાં મોડી સાંજે ભાજપ દ્વારા ત્રીજી યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં કુલ ૭૫ ઉમેદવારો રહેલા છે. જો કે, અતિ મહત્‍વપૂર્ણ ગણાતી બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્‍યા નથી.ગુજરાતના મુખ્‍યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્‍દ્ર મોદી કઇ બેઠક પરથી ચૂંટણી લડશે તેને લઇને સસ્‍પેન્‍સ યથાવત રહેતા રાજકીય ગરમી યથાવત રહેવા પામી છે.

આ યાદીમાં ગુજરાતની કોઈ પણ બેઠક માટે ઉમેદવારની જાહેરાત થઈ નથી. જોકે ભાજપના ભાજપના વરિષ્ઠ નેતા સુષમા સ્‍વરાજ તેમની પરંપરાગત વિદિશા બેઠક પરથી ચૂંટણી લડશે. જ્‍યારે ઇન્‍દોરમાંથી સુમિત્રા મહાજનને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કરાયો છે.

રાજ્ય પ્રમાણે જાહેર કરાયેલી ઉમેદવારોની યાદી પર નજર કરી એ તો કર્ણાટકમાંથી 5 ઉમેદવારો, કેરળમાંથી ૧૩, આસામમાંથી 6, મહારાષ્‍ટ્રમાંથી 2 અને પશ્ચિમ બંગાળમાંથી 7 આંધ્રપ્રદેશમાંથી ૧૪ , મધ્‍યપ્રદેશમાંથી ૨૪, મહારાષ્‍ટ્રમાં 2 ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્‍યા હતા.

મળતી માહિતી મુજબ, ભાજપના ઉમેદવારોની નવી યાદી હોળીના તહેવાર બાદ જારી કરવમાં આવશે જેમાં મોદી અને અડવાણીની બેઠકનો પણ સમાવેશ થાય છે.

વેબદુનિયા પર વાંચો