દેશમાં મોદીની લહેર છે - ઉમર અબ્દુલ્લા

સોમવાર, 21 એપ્રિલ 2014 (10:08 IST)
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા માની રહ્યા છે કે દેશમાં મોદી લહેર છે. અત્યાર સુધી ઉમર 'મોદી લહેર'ને નકારતા રહ્યા હતા. પરંતુ હવે પોતાની અગાઉની વાત પરથી પલટતાં તેમણે કહ્યું કે, દેશમાં મોદીની લહેર છે,  અને જે લોકો મોદી લહેર ન સમજે તેઓ મૂરખ છે.
 
એક અંગ્રેજી ન્યૂઝ ચેનલને કેન્દ્રની યૂપીએ સરકારમાં સામેલ નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, જે લોકો માને છે કે મોદીનો પ્રભાવ નથી, તે નાસમજ લોકોની દુનિયામાં રહે છે. તેમણે કહ્યું કે, મોદીના પ્રભાવને સ્પષ્ટ જોઈ શકાય છે અને આ લહેર જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં પણ દેખાય છે.
 
કોંગ્રસનાં સહયોગી પક્ષના અગ્રણી નેતાનું આ નિવેદન કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધારી શકે છે. જમ્મુ-કાશ્મીર સાથે સંબંધ ધરાવતા કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે થોડા સમય પછી જ ઉમરની વાતનો જવાબ આપ્યો હતો. તેમણે ઉમરની વાતને નકારતા કહ્યું કે દેશમાં મોદીની લહેર નથી.
 

વેબદુનિયા પર વાંચો