દિલ્હી ગાદી આઠ દિવસ દૂર,પ્રચારના અંતિમ બે દિવસે પાર્ટીઓની પડાપડી

શુક્રવાર, 9 મે 2014 (11:12 IST)
ચૂંટણીના છેલ્લા દિવસો દરમિયાન નરેન્દ્ર મોદી અને મમતા બેનર્જી વચ્ચેનું વાકયુદ્ધ ખૂબ ઉગ્ર બની ગયું છે મમતાએ એક રેલીમાં મોદીને દંગા બાબુ કહીંને વિવાદ છેડયો છે.

12મી મેના રોજ 16મી લોકસભા ચૂંટણી માટે અંતિમ તબ્બકાનું મતદાન યોજાઈ રહ્યું છે. નોંધનીય છેકે આચાર સંહિતાને પગલે 10મી તારીખની સાંજે ચૂંટણી પ્રચાર થંભી જશે. જેથી દરેક રાજકીય પક્ષો આજે અને કાલનો પ્રચાર કરવાનો અંતિમ દિવસ છે. જે દરેક દરેકે રાજકીય  પક્ષોએ એડીચોટીનું જોર લગાવી રહી છે. દરેકનીએ નજર વારાણસી બેઠક પર છે. ગત રોજ ભાજપે ધરણા બાદ મોદીનો રોડ શો કરીને રાજકીય ગરમાવો લાવ્યો તો બીજી તરફ આજે આમ આદમી પાર્ટી રોડશો કરવા જઈ રહી છે વર્તમાન સમયે વારાણસીમાં તમામે તમામ રાજકીય પક્ષોના કાર્યકર્તાઓથી છલોછલ થઈ જવા પામ્યું છે.

આજે મોદી ઉત્તર પ્રદેશ અને બિહારમાં સભા ગજવશે તો રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં વળતા પ્રહારનો જવાબ આપશે.જોકે સોનિયા ગાંધી આજે ચૂંટણી પ્રચાર કરતા નજરે પડશે.

મમતા બેનર્જી અને મોદી વચ્ચે શરૂ થયેલા પ્રહારો તેજ બની ગયા છે. મોદીએ પશ્ચિમ બંગાળ ખાતે થયેલી રેલીમાં દીદીને વધારે ગુસ્સો ન કરવાની સલાહ આપી તો મમતા બેનર્જી આરપારની લડાઈ પર આવી ગયા છે. જેને લઈને પરગણા જિલ્લામાં યોજાયેલી રેલીમાં મમતાએ એવો આરોપ લગાવ્યો હતો કે,બીજેપી મોદીને પ્રધાનમંત્રી બનાવવા નાણું ભેગું કરી રહી છે. અને તેમણે કહ્યું કે,તે આ વિશે ચૂંટણીપંચને પત્ર લખશે તેમણે એ ફંડ માટેનું કાર્ડ પણ જનમેદનીને બતાવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતના તોફાનોનો ઉલ્લેખ કરીને મમતાએ મોદી સામે નિશાન તાકયું હતું કે જો મોદી સતામાં આવશે તો દેશમાં રમખાણો ભડકશે.

લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત થઈને આમ આદમી પાર્ટીએ દિલ્હીની નાની ગાદી છોડી મોટી ગાદી તરફ પ્રયાણ કર્યું. શરૂઆતમાં આમ આદમી પાર્ટીની દરકાર ન લેનાર ભાજપ અને કાંગ્રેસને અંતે અંતે આમ આદમી પાર્ટીની હાજરીને માનવી પડી અરવિંદ કેજેરીવાલે મોદી માટે અદાણી કાર્ડ કાઢયું તો અંત સમયે મોદીને નિશાને લેવા રાહુલ બાબાએ પણ અદાણી કાર્ડ ખેલીને ગરમાવો લાવ્યાં પરંતુ તે લાંબો સમય ન ચાલ્યું. જ્યારે મોદીએ વાડ્રા કાર્ડ ફેકીને રાહુલ સહિત સોનિયા સંકજામાં લીધા ભાઈ માટે અમેઠીમાં વોટ માગી રહેલી પ્રિયંકા અંતે આરોપોથી કંટાળી અને મોદીની રાજનીતિને નીચ રાજનીતિ સાથે સરખાવી જોકે મોદી તેને જાતિ સાથે જોડવું .

આ વખતે લોકસભાની ચૂંટણી વિકાસથી શરૂ થઈ સાંપ્રદાયિકતાના રંગે રંગાઈ અને અંતે જાપિના ઠેકાણે પહોંચી.




વેબદુનિયા પર વાંચો