દલિતોના મતો મેળવવા અવનવા ગતકડાં શરુ

ગુરુવાર, 17 એપ્રિલ 2014 (12:07 IST)
ચૂંટણી આવતાની સાથે જ જ્ઞાતિ, જાતિ, ધર્મનું રાજકારણ જોવા મળે છે. મોટા ભાગે રાજકારણીઓ માઈનોરિટી કાર્ડ ખેલતાં જોવા મળે છે, અને દરેક પક્ષનાં લોકો મુસ્લિમ કે દલિત મતદારોને હાથ પર રાખતાં હોય છે. 
 
લોકશાહિના પરબ સમાન ચૂંટણી આવતાની સાથે જ દરેક રાજકિય પક્ષો દલિતોના મત મેળવવા અવનવા ગતકડાં કરતા હોય છે. ભાજપના PM પદના ઉમેદવાર મોદીને છેલ્લાં કેટલાક સમયથી દલિતો પ્રત્યે કંઈક વધારે જ લાગણી ઊભરી આવી છે. અને એટલે જ, વડોદરા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પદે દલિત નરેન્દ્ર રાવતને ટિકિટ આપી હતી, પરંતુ બાદમાં કોંગ્રેસ એ ટિકિટ મધૂસુદન આપતાં, નરેન્દ્ર રાવત પ્રત્યે તેમને લાગણી જન્મી હતી.નરેન્દ્ર રાવત દલિત નેતા હોવાના કારણે મોદીએ કૉંગ્રેસ પક્ષના નિર્ણયની ટીકા કરી હતી. આટલું જ નહીં દલિતો મત સર કરવા રાજ્ય સરકારે વોટીંગ કાર્ડ બનાવી મતદાન યોગ્ય બનાવ્યા હતા. પરંતુ છેલ્લાં ઘણાં સમયથી આજ દલિતો બીપીએલ કાર્ડની માગણી કરી રહિ છે જે અંગે સરકાર સળવળતી પણ નથી.  
 
દલિત હક રક્ષક મંચે RTI થકી માહિતી મેળવી, દલિતો પર થતા અત્યાચારો તેમજ ખુન, બળાત્કાર જેવા ગંભીર ગુનાઓમાં 65 ટકા જેટલો વધારો થયો છે. RTI દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ વર્ષે એક હજાર જેટલાં અત્યાચારના કિસ્સાઓ સરકારી ચોપડે નોંધાયા છે. માથે મેલુ ઉપાડવામાંથી હાલ તો દલિતોને મુક્તિ મળી છે, પરંતુ હજુપણ ઘણી જગ્યાએ આવી બદીઓ જોવા મળી રહિ છે. આ વર્ષના માર્ચ માસમાં જ ઉંઝાના બે યુવકો આ પ્રકારની પ્રવૃતિ કરતા આકસ્મીક રીતે મૃત્યું પામ્યા હતા. જે વર્તમાન પરીસ્થિતી અને સરકારી ચોપડા વચ્ચે વિસંગતતા છતી કરે છે. 

વેબદુનિયા પર વાંચો