કોંગ્રેસનું મુસ્લિમ કાર્ડ - સત્તા પર આવશે તો મુસ્લિમોને 4.5 ટકા અનામત

શુક્રવાર, 25 એપ્રિલ 2014 (13:01 IST)
લોકસભા ચૂંટણીના 9માંથી 6 તબક્કા નીકળી ચૂક્યા છે. માત્ર 196 સીટો પર જ હવે મતદાન બાકી છે, અને હવે જઈને કોંગ્રેસ મુસ્લિમ આરક્ષણની વાત કરી છે. કોંગ્રેસે પૂરક ઘોષણાપત્ર જાહેર કરવાનું એલાન કર્યું છે જો તેઓ સત્તા પર આવ્યા તો પછાત મુસ્લિમોને ઓબીસી હેઠળ આરક્ષણ આપવામાં આવશે. હાલ તો ઓબીસી શ્રેણીમાં 4.5 ટકા આરક્ષણ આપવામાં આવી રહ્યું છે.
 
કોંગ્રેસના નેતાઓ મુજબ પાર્ટી દ્વારા 26મી માર્ચે ઘોષણાપત્રમાં પણ પછાત મુસલમાનોને માટે આરક્ષણની વાત કરવામાં આવી હતી, પરંતુ આ સહાયક ઘોષણા પત્રમાં 4.5 ટકા સ્પષ્ટ આંકડો આપવામાં આવ્યો છે. આ સહાયક ઘોષણા પત્રમાં દલિત જાતિ અને અનુસૂચિત જાતિની શ્રેણીમાં લાવવાનો પણ વાયદો કરવામાં આવ્યો છે જે કે કેટલાક દલિત સંગઠન આ બાબતનો વિરોઘ કરી રહ્યા છે.
 
જો કોંગ્રેસ આ વાયદો પૂરો કરે છે તો દલિત મુસ્લિમ અને ક્રિશ્ચિયન પણ આ ક્વોટાનો લાભ ઉઠાવી લેશે, જો અત્યાર સુધી માત્ર હિન્દુ અને બુદ્ધને માટે છે. ભાજપ શરૂઆતથી જ આ વિચારધારાનો વિરોધ કરતી રહી છે. તેઓનું કહેવું છે કે ધર્મના આધારે આરક્ષણ  ના વહેંચવામાં આવવું જોઈએ.
 
આ સાથે જ કોંગ્રેસે ક્ષેત્રીય પાર્ટીઓને એવા સંકેત આપી રહી છે કે તેમને મોદીના નેતૃત્વથી અનેકગણુ વધુ મહત્વ કોંગ્રેસના નેતૃત્વમાં મળશે. 
 
કોંગ્રેસના અનેક નેતાઓનુ એવુ માનવુ છે કે પાર્ટીએ રાહુલ ગાંધીને પોતાના પીએમ પદના ઉમેદવાર જાહેર નહી કરીને ખૂબ સમજદારી બતાવી છે.  

વેબદુનિયા પર વાંચો