'શું લાગે છે!' લોકો વચ્ચે એક જ વાત, લોકસભા ચૂંટણીનું સેમી રિઝલ્ટ સોમવાર સાંજથી જ શરુ

શનિવાર, 10 મે 2014 (18:12 IST)
નેતાઓ ઉમેદવારોની ઉંઘ હરામ

ચૂંટણીપંચે ગઇકાલે પહેલા એમ જણાવ્‍યું હતું કે, એકિઝટ પોલ પર સોળમી મે સુધી પ્રતિબંધ રહેશે, પરંતુ થોડા સમય પછી જ એવી સ્‍પષ્‍ટતા કરી  હતી કે એકિઝટ પોલ પરનો પ્રતિબંધ છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થશે ત્‍યાં સુધી જ એટલે કે બારમી મે સુધી જ ચાલુ રહેશે.

   ચૂંટણીપંચે એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે, બારમી મેના રોજ મતદાન પૂરૂં થવાના અડધા કલાક પછીના સમય સુધી એકિઝટ પોલના પ્રકાશન કે પ્રસારણ પર પ્રતિબંધ રહેશે.

   ચૂંટણીપંચમાંના ડિરેકટર ધીરેન્‍દ્ર ઓઝાએ કહ્યું હતું કે અનેક તબક્કામાં યોજાતી ચૂંટણીમાં જે દિવસે ઇલેકશનનો કાર્યક્રમ નક્કી થાય ત્‍યારથી ચૂંટણી પૂરી થયાના અડધા કલાક પછી સુધી પ્રતિબંધ અમલમાં રહેતો હોય છે.

   એકિઝટ પોલ્‍સનું પ્રસારણ સોળમી મે સુધી કરી શકાશે નહીં એવું નિવેદન ઇલેકશન કમિશનર એચ.એસ.બ્રહ્માએ કર્યું એ પછી તરત જ ચૂંટણીપંચની સ્‍પષ્‍ટતા આવી પડી હતી. ચૂંટણીપંચમાંના સૂત્રોએ કહ્યું કે, બ્રહ્માએ ભૂલથી સોળમી તારીખનો ઉલ્લેખ કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો