લોકસભાનાં 'મુરતિયાઓનો' લગ્ન જેવો માહોલ: રુપિયા પાણીની જેમ વહી રહ્યા છે

શનિવાર, 26 એપ્રિલ 2014 (11:37 IST)
ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય તો ટેબલ, ખુરશીથી લઈને ઢોલનગારા, ડીજે, ફૂલહાર, ફોટોગ્રાફીથી માંડીને જમણવાર સુધીની અનેક પ્રકારની વ્‍યવસ્‍થાઓ ગોઠવવી પડતી હોય છે. અત્‍યારે લોકસભાની ચૂંટણીનો માહોલ જબરજસ્‍ત રીતે જામ્‍યો છે, ત્‍યારે ઉમેદવારોની ‘ચૂંટણી'ના ઠાઠમાઠ કોઈ પણ ભવ્‍ય ‘લગ્ન પ્રસંગ'થી ઓછા જણાતાં નથી...! હા, કોઈ ઉમેદવારે ડેકોરેશન પાછળ લાખો ખર્ચી કાઢ્‍યા છે, તો કોઈ કાર્યકર્તાઓ અને સમર્થકોને ભોજન કરાવવામાં પાણીની જેમ પૈસા વહાવી રહ્યું છે. એટલું જ નહીં કેટલાક ઉમેદવારો તો રોજેરોજ ફોટોગ્રાફી કરાવે છે, કોઈ ફૂલહાર પાછળ હજારોના ખર્ચ કરે છે, તો કોઈ ઢોલનગારા-ડીજે વગડાવે છે.
 
   રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી અને કોંગ્રેસના સાબરકાંઠાના ઉમેદવાર શંકરસિંહ વાઘેલા ડેકોરેશન પ્રેમી હોવાનું તેમના ચૂંટણી ખર્ચ પરથી જણાઈ આવે છે. તેમણે અત્‍યાર સુધી ડ્ડ ૭.૪૫ લાખ માત્ર ડેકોરેશન પાછળ ખર્ચ કર્યા હોવાનું દર્શાવવામાં આવ્‍યું છે. આ ડેકોરેશન એટલે કે સ્‍ટેજ વગેરેનો સાજ-શણગાર. લગ્નોમાં પણ ડેકોરેશનનો ખર્ચ ખૂબ મોટો હોય છે અને તેમાં કારથી માંડીને લગ્નમંડપ, સ્‍ટેજ વગેરેનું ડેકોરેશન કરવા પાછળ લાખોનો ખર્ચ થઈ જાય છે. એવી જ રીતે લગ્નમાં જમણવારનો ખર્ચ લાખોમાં થતો હોય છે.
 
   ત્‍યારે કેટલાક ઉમેદવારોએ પણ ભોજન પાછળ હજારો તો કેટલાકે લાખોનો ખર્ચ કરી કાઢ્‍યો છે. મહેસાણાના કોંગ્રેસના ઉમેદવાર જીવાભાઈ પટેલે ભોજન કરાવવા પાછળ ૧.૨૫ લાખથી વધુનો ખર્ચ દર્શાવ્‍યો છે. જો કે, આ ભોજન લગ્નના મિષ્ટાન સહિતના ભોજન જેવું હોતું નથી. કાર્યકરો અને સમર્થકો માટે અવારનવાર ભોજનની વ્‍યવસ્‍થા કરવી પડતી હોય છે. ત્‍યારે ફ્‌ ૩૦થી ૫૦ની થાળીવાળા ભોજનની વ્‍યવસ્‍થા કરવામાં આવે છે. જો કે, દરેક ઉમેદવારો જમણવાર પાછળ ખર્ચ કરતાં નથી. ત્‍યારે એવો પ્રશ્ન થાય કે તેમના કાર્યકરો અને સમર્થકોની પેટપૂજાનો ખર્ચ ક્‍યાં જતો રહે છે..!
 
   ચૂંટણીમાં ઢોલનગારાનો ઉપયોગ પણ મોટા પાયે થાય છે. તેની સાથે ડીજેના તાલ પણ જોડાઈ ગયા છે. ઢોલીઓ અને ડીજેનું કોમ્‍બિનેશન લગભગ દરેક ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં જોઈ શકાય છે. કોઈ ઢોલનગારાનો તો કોઈ ડીજેનો વધુ ઉપયોગ કરે છે. ચૂંટણીના પ્રચાર-પ્રસાર, લોકસંપર્ક અને સભાઓ દરમિયાન ડીજે અને ઢોલનગારાનો ઉપયોગ થતો હોય છે. જેની પાછળ હજારોનો ખર્ચ ઉમેદવારોએ બતાવ્‍યો છે. તે સિવાય ફૂલહારનો ખર્ચ પણ દરેક ઉમેદવારના ખર્ચમાં જોઈ શકાય છે. ડ્ડ ૧૦૦ના એક હારથી માંડીને હજારો રૂપિયાના ફૂલહાર ઉમેદવારો દ્વારા ચૂંટણીમાં વાપરવામાં આવ્‍યા છે. કેટલાક ઉમેદવારો દ્વારા દૈનિક ધોરણે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પણ કરાવવામાં આવી રહી હોવાનું તેમના ચૂંટણી ખર્ચ પરથી જોઈ શકાય છે.   
 
   લગ્ન પ્રસંગમાં શુકન અને અપશુકનનું ઘણું મહત્ત્વ હોય છે. ચૂંટણીમાં પણ ઉમેદવારો શુકન-અપશુકનની ચોક્કસ કાળજી લેતાં હોય છે. ભાજપના અમદાવાદ પૂર્વના ઉમેદવાર પરેશ રાવલે કદાચ એટલે જ તેમના ચૂંટણી ખર્ચમાં બાપુનગર વિસ્‍તારના ભરત કાકડિયા નામની વ્‍યક્‍તિને ફક્ત ૧૫૧ શુકનના આપ્‍યા હોવાનો ઉલ્લેખ કર્યો છે.
 

વેબદુનિયા પર વાંચો