મોદી વારાણસીથી ચૂંટણી લડશે, શુ વારાણસી બેઠક ભાજપ માટે સુરક્ષિત ?

સોમવાર, 17 માર્ચ 2014 (00:19 IST)
P.R

ભાજપે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી હતી. જેમાં ભાજપના પીએમ કેન્ડિડેટ નરેન્દ્ર મોદીની બેઠકનું નામ ઉજાગર કરતાં સસ્પેન્સ ખતમ થઈ ગયું હતું. જોકે હવે ગુજરાત બેઠકો માટેની જાહેરાત 19મી માર્ચના રોજ કરવામાં આવશે. જોકે મોદીના નામની ઘોષણા થાય તે પહેલા જ આજે આમ આદમી પાર્ટી તરફથી આપના નેતા સંજય સિંહે કહી દીધું હતું કે મોદીની સામે કેજરીવાલ લડશે.ૉ

જે નામોને લઈને અનેક અટકળો ચાલી રહી તે મુજબ, નરેન્દ્ર મોદી - વારાણસી, રાજનાથ સિંહ - લખનૌ, મુરલી મનોહર જોષી - કાનપુર અને અરૂણ જેટલી - અમૃતસરથી ચૂંટણી લડશે.

સુલ્તાનપુર- વરુણ ગાંધી
ઝાંસી - ઉમા ભારતી
દેવરિયા - કલરાજ મિશ્રા
ગોરખપુર - યોગી આદિત્યનાથ
પીલીભીત - મેનકા ગાંધી
એટા - રાજવીરસિંહ
ગુડગાંવ - રાવ ઇન્દ્રજીત
અલાહાબાદ - કેસરીનાથ ત્રિપાઠી
કુરુક્ષેત્ર - રાજ સૈની
અંબાલા - રતનલાલ કટારિયા
સોનીપત - રમેશ કૌશિક
રોહતક - કેપ્ટન અભિમન્યુ
મુઝફરનગર- ડો.સંજીવ કલ્યાણ
મુરાદાબાદ - રાજેન્દ્રસિંહ
કરૈના - હુકમસિંહ
મેરઠ - રાજેન્દ્ર અગ્રવાલ
ગાઝીયાબાદ- સંગીત સોમ
બિજનૌર - ભારતેંદુ સિંહ

વારાણસી બેઠક ભાજપ માટે સુરક્ષિત ?

વારાણસી ભાજપ માટે એકદમ સુરક્ષિત બેઠક મનાતી નથી. જોકે વારાણસી બેઠકનું સાંસ્કૃતિક મહત્વને જોતા ભાજપ મોદીને અહીંથી ઉતારવાની ઈચ્છા હતી.ભૂતકાળ તરફ નજર કરીએ તો, છેલ્લી બે ચૂંટણીમાં ભાજપનું વજન અહીં ઘટ્યું છે.

1991થી 1999 સુધી ભાજપે અહીં સતત જીત હાંસલ કરી હતી.2004માં કોંગ્રેસે આ બેઠક ભાજપ પાસેથી છિનવી લીધી હતી.

2009માં મુરલી મનોહર જોશીની જીત સાથે પક્ષે આ બેઠક ફરી હાંસલ કરી હતી પરંતુ, તે વખતે બીએસપીના મુખ્તાર અંસારીએ તે વખતે કાંટાની ટક્કર આપી હતી અને મુરલી મનોહર જોશી માત્ર 17 હજાર મતોથી જીત્યા હતા.

વેબદુનિયા પર વાંચો