મોદી પીએમ બને તો દાઉદને લઈને તેમનો પ્લાન કેવો હશે ?

શનિવાર, 26 એપ્રિલ 2014 (15:53 IST)
મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ડૉન દાઉદ ઈબ્રાહિમને ભારત લાવવાના સવાલ પર પહેલી વાર ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ રીતે વાત કરી છે. એક ગુજરાત ન્યૂઝ ચેનલના ઈન્ટરવ્યૂહમાંનરેન્દ્ર મોદીએ દાઉદને લઈને યૂપીએ સરકાર અને ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે પર નિશાન સાધ્યું હતું.

આ ઈન્ટરવ્યૂહમાં નરેન્દ્ર મોદીને પૂછવામાં આવ્યું કે શું દાઉદ લાવતા પહેલા સમાચારપત્રમાં સમાચાર આપવા પડશે ? શું લાદેનને પકડવાને માટે અમેરિકાએ કોઈ પ્રેસ નોટ જાહેર કરી હતી ? મોદીએ શિંદે પર તેમના નિવેદનને લઈને નિશાન સાધ્યો જેમાં તેમણે દાઉદને ભારત લાવવાની વાત કહી હતી.

ઉલ્લેખનીય છે કે સુશીલ કુમાર શિંદેએ આ વર્ષના જાન્યુઆરી મહિનામાં નિવેદન આપ્યું હતું કે દાઉદને ભારત લાવવાને માટે અમેરિકાની મદદ માગવાની વાત કબૂલી હતી. ત્યારે તત્કાલ ગૃહ સચિવ આર કે સિંહે આવી કોઈ વાતચીત થઈ હોવાનો ઈન્કાર કર્યો હતો. હવે આરકે સિંહ ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે. અને એક વાર ફરી દાઉદનો ઈશ્યૂ બાહર નીકાળી રહ્યો છે. હવે દાઉદના નામ ચૂંટણીમાં પહેલીવાર નરેન્દ્ર મોદીએ પણ લીધું છે. દેશની વાત કરતા કરતા દાઉદનો ઉલ્લેખન પણ કરવામાં આવ્યો છે. પરંતુ મોદી કહી રહ્યા છે આ વાતનો ઢંઢેરો કરીને કહેવામાં ના આવે.

જો કે મોદીએ એવો પણ વાયદો કર્યો છે કે તેઓ પાકિસ્તાનછી દાઉદને લઈને આવશે. પરંતુ સવાલ ઉઠી રહ્યા છે કે જો મોદી પીએમ બન્યા તો દાઉદ ને ભારતમાં તેવી રીતે જ પાછા લાવશે જે રીતે લાદેનને અમેરિકા લાવી હતી.

વેબદુનિયા પર વાંચો