"મેં દેશ કો ઝુકને નહીં દૂંગાં" : ભાજપે ચૂંટણી ગીત લોંચ કર્યુ

મંગળવાર, 25 માર્ચ 2014 (18:19 IST)
P.R


બુધવારથી દેશભરમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ તેજ થઈ રહ્યો છે. જેમાં ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી લોકસભાની 295 બેઠકોને આવરી લેતી 185 જાહેરસભાઓને સંબોધવા જઈ રહ્યાં છે તે પહેલા આજે ભાજપ દ્રારા ચૂંટણી ગીત લોન્ચ કરવામાં આવ્યું છે.

આજે ભાજપના ચૂંટણી પ્રચાર ગીતને સત્તાવાર રીતે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. જેની શરૂઆત નરેન્દ્ર મોદીના અવાજથી કરવામાં આવી છે. જેમાં વચ્ચે વચ્ચે નરેન્દ્ર મોદીએ પણ કવિતાનું પઠન કર્યું છે. જેમાં ગીતના શબ્દો છે "મેં દેશ કો ઝુકને નહીં દૂંગાં". આ શબ્દોને પ્રસુન જોશીએ મઠાર્યા છે. ત્યારે તેમાં આદેશ શ્રીવાસ્તવે પોતાના સંગીતના સૂર રેલાવ્યા છે.

વેબદુનિયા પર વાંચો