મુસલમાન મોદી કરતા રાજનાથને વધુ સ્વીકારે છે - શિયા ધર્મગુરૂ કલ્બે જવ્વાદ

બુધવાર, 16 એપ્રિલ 2014 (13:01 IST)
શિયા ધર્મુગુરૂ કલ્બે જવ્વાદનું એક એવું નિવેદન સામે આવ્યું છે જેનાથી ભાજપની મુશ્કેલીઓ વધી શકે છે. ધર્મગુરૂ કલ્બે જવ્વાદે કહ્યું છે કે મોદીને લઈને મુસ્લિમોના અંદર હજી પણ શંકા બનેલી છે. જવ્વાદનું કહેવું છે. કે મુસલમાન મોદી કરતા રાજનાથનો વધાકે સ્વીકાર કરે છે. જેમ તેઓ અટલજીનો કરતા હતા.
 
ધર્મગુરૂ કલ્બે જવ્વાદે કહ્યું કે મુસલમાનોમાં મોદીને લઈને હજી પણ ભય બનેલો છે. આ કારણથી જ મુસલમાનો ભાજપથી અંતર બનાયેલું રાખે છે. તેમણે કહ્યું કે મુસલમાન મોદી કરતા રાજનાથ પર વિશ્વાસ કરે છે જેમ ક્યારેક વાજપેયી પર કરતા હતા.
 
ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહે કાલે શિયા ધર્મગુરૂ કલ્બે જવ્વાદ અને સુન્ની ધર્મગુરૂ ફિરંગી મહલીની સાથે મુલાકાત કરી હતી. જેથી પાર્ટીને તેમનું સમર્થન હાંસલ થઈ શકે. મુલાકાત પછી જ્યાં મુસ્લિમ ધર્મગુરૂઓએ રાજનાથનની મુલાકાત કરી ત્યાં વિરોધ પક્ષ હુમલો કર્યો હતો.
 
ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસ પહેલા જ્યારે સોનિયાએ મુસ્લિમ નેતા ઈમામ બુખારી સહિત કેટલાક મુસ્લિમ નેતાઓની સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ ઈમામ બુખારીએ મુસલમાનોની સાથે કોંગ્રેસને મત આપવાની પણ અપીલ કરી હતી. આ મુલાકાત પછી ભાજપના કોંગ્રેસ પર ધર્મની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. મુસ્લિમ ધર્મગુરૂઓથી રાજનાથ સિંહની મુલાકાત પર સમાજવાદી પાર્ટીએ કડક પ્રતિક્રિયા આપી. એસપી નેતા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું કે તેઓ મતના લાલચમાં ભાજપ કંઈ પણ કરી શકે છે.

વેબદુનિયા પર વાંચો