પહેલા ગુરૂને રોક્યો હવે શિષ્યનો વારો છે - લાલૂ યાદવ

ગુરુવાર, 8 મે 2014 (14:34 IST)
આરજેડી અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવે ગુરૂવારે એક ટ્વિટ કરી ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને નિશાન બનાવ્યા છે. તાજેતરમાં લોકસભા ચૂંટણી સમયે સોશિયલ મીડિયા પર આવેલા લાલૂ પ્રસાદે વારાણસીમાં મોદીની રેલીઓને અડવાણીની રથયાત્રા સાથે સરખાવતા પોતાના અંદાજમાં ટ્વીટ કર્યુ. 
 
લાલુએ ટ્વીટ માત્ર બે શબ્દોમાં કર્યુ પણ તેનો મતલબ ઘણો લાંબો છે. લાલૂએ ટ્વિટમાં લખ્યુ કે પહેલે ગુરૂ કો રોકા થા અબ ચેલે કી બારી હૈ. 
 
એનો મતલબ છે કે ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે અડવાણીની રથયાત્રા 1991માં લાલૂ પ્રસાદે રોકી હતી અને તેમને આજે કરાયેલ ટ્વીટ મુજબ હવે મોદીનો વારો છે. 
 
ઉલ્લેખનીય છે કે બુધવારે પશ્ચિમ બંગાળ ખાતે ભાજપની યોજાયેલી એક રેલીમાં મોદીએ કહ્યુ હતુ કે કોંગ્રેસે લાલૂ પ્રસાદને પોતાની સાથે લેવા માટે જેલની બહાર કાઢ્યા છે. જેને મોદીએ પાપ સમાન ગણાવ્યુ હતુ. 

વેબદુનિયા પર વાંચો