નરેન્દ્ર મોદી ગુજરાતમાંથી ચૂંટણી લડશે

ગુરુવાર, 13 માર્ચ 2014 (17:59 IST)
P.R


ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ચૂંટણી મેદાનમાં કઈ બેઠકથી ઝંપલાવશે તેની પર દરેકની મીટ મંડાયેલી છે. તેવી પરિસ્થિતિમાં ગુજરાત ભાજપના મહાસચિવ વિજય રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે નરેન્દ્ર મોદી ગુજરાત બેઠકથી જ ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે.

જોકે વર્તમાન સમયે ચર્ચાઈ રહ્યું છેકે મોદી વારાણસી બેઠક પરથી ચૂંટણી લડી શકે પરંતુ વિજય રૂપાણીના મતે રાજ્યમાં સંસદીય બોર્ડની ગત ચાર દિવસોમાં યોજોયેલી બેઠક દરમ્યાન નિર્ણય લેવામાં આવ્યો કે ગુજરાતની કોઈ એક બેઠકથી નરેન્દ્ર મોદી ચૂંટણી લડે. પરંતુ તે બેઠક કઈ છે તે નક્કી નથી. વર્તમાન સમયે ચાર બેઠકો પર ચર્ચા ચાલી રહી છે. જેમાં વડોદરા, અમદાવાદ, રાજકોટ અને સુરત બેઠકનો સમાવેશ થાય છે. આ મતવિસ્તારના કાર્યકરો ઈચ્છી રહ્યાં છેકે મોદી ત્યાંથી ચૂંટણી મેદાને ઉતરે.

વારાણસી બેઠક સંદર્ભે તેમને સવાલ પૂછતાં તેમણે કહ્યું કે તે બેઠક સંદર્ભે તેમને કશું જ ખબર નથી. તેની માટે નિર્ણય કેન્દ્રીય સંસદીય બોર્ડ કરશે. ઉલ્લેખનીય છેકે મોદીની બેઠકને લઈને ભયંકર મુંઝવણની સ્થિતિ પ્રવર્તી રહી છે. ગુરૂવારે દિલ્હીમાં સંસદીય બોર્ડની બેઠક થઈ . આ બેઠકમાં નરેન્દ્ર મોદી હાજર હતા. જોકે આ બેઠકમાં ગુજરાની બેઠકો પર ચર્ચા થઈ નથી.

લાલ કૃષ્ણ અડવાણી ગાંધીનગર બેઠકથી ચૂંટણી મેદાને ઉતરશે તે સવાલના જવાબમાં રૂપાણીએ કહ્યું હતું કે આ સંદર્ભે કેન્દ્રીય સંસદીય બોર્ડ નિર્ણય કરશે.

વેબદુનિયા પર વાંચો