દિલ્હીમાં કિરણ બેદી બની શકે છે ભાજપની સીએમ કૈડિડેટ?

બુધવાર, 16 એપ્રિલ 2014 (14:25 IST)
ભાજપના પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને પાર્ટીના દિલ્હી પ્રભારી નિતિન ગડકરીના નામથી આવેલ એક ટ્વીટથી સનસની ફેલાઈ ગઇ છે. ટ્વીટમાં કહ્યુ છે કે ભાજપ દિલ્લીમાં ચૂંટણી માટે તૈયાર છે અને કેજરીવાલના સામે કિરણ બેદી સીએમ કૈડિડેટ રહેશે. પછી નિતિન ગડકરીનું કહેવુ છે કે કોઇએ એમના નામના ફરજી અકાઉંટથી આ ટ્વીટ કર્યુ છે આ પહેલા બીજેપીના કેટલાક નેતા આ ટ્વીટથી અંતર રાખી રહ્યા છે. તેમનું કહેવુ છે કે ગડકરીનું ટ્વિટર એકાંઉટ હૈક થઇ ગયુ  છે. 
 
કિરણ બેદીને લઇને કરેલ ગડકરીનો આ બનાવટી ટ્વીટ પહેલાથી જ ગૂટબાજીનો સામનો કરી રહેલ પાર્ટીની દિલ્લી યુનિટ માટે મુશ્કેલી ઉભી કરી છે . ભાજપના સૂત્રો તરફથી સફાઈના રૂપમા કહેવાયુ છે કે નીતિન ગડકરીનું ટ્વીટર એકાઉંટ હૈંક થઈ ગયુ છે અને કોઈએ મજાક કરી છે. 
 
દિલ્હી ભાજપમાં ડોકટર હર્ષવર્ધન અને વિજય ગોયલ વચ્ચે ચાલી રહેલ ખેંચતાણ ઘટવી શક્ય નથી. સ્થિતિ એ છે કે લોકસભામાં ચૂંટણી માટે દિલ્લી સીટ પર ઉમેદવારોને ઉતારવા માટે ખૂબજ વિરોધાભાસ હતો. આ કારણસર ભાજપે છેવટે ઉમેદવારોના નામ પર જાહેર કર્યા હતા. 
 
ભાજપના નેતાઓની નિકટસ્થ મનાતી કિરણ બેદી હજુ સુધી ભાજપમાં જોડાઈ નથી.  આવી સ્થિતિમાં કોઈ બાહ્ય માણસનું નામ મુખ્યમંત્રી ઉમેદવાર રૂપે સૂચવવુ વિવાદને વધારી શકે છે.

વેબદુનિયા પર વાંચો