અનંત ચતુર્દશી વ્રત કથા અને પૂજા વિધિ - આ વ્રત કરવાથી સૌભાગ્યની રક્ષા અને સુખ-એશ્વર્ય પ્રાપ્ત થશે

ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2023 (08:28 IST)
અગ્નિ પુરાણ મુજબ અનંત ચતુર્દશી પર ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ભાદરવા મહિનાની શુક્લપક્ષની ચતુર્દશીને અનંત ચતુર્થીના સ્વરૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન અનંતની પૂજા કરવામાં આવે છે. આ દિવસે મહિલાઓ સૌભાગ્યની રક્ષા તથા સુખ અને એશ્વર્યની પ્રાપ્તિ માટે વ્રત રાખે છે.
 
આ વિધિથી કરવું અનંત ચતુર્દશીનું વ્રતઃ-
આ દિવસે પ્રથમ સ્નાન કર્યા પછી, સ્વચ્છ વસ્ત્રો પહેરીને આ ઉપવાસનો સંકલ્પ લો.
અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઇએ. ભગવાન વિષ્ણુની સામે 14 ગ્રંથિયુક્ત અનંત સૂત્ર (14 ગાંઢ યુક્ત દોરો, જે બજારમાં દોરાના સ્વરૂપે મળે છે)ને મુકીનને ભગવાન વિષ્ણુની સાથે તેમની પણ પૂજા કરવી જોઇએ.
પૂજામાં નાડાછડી, મોલી, ચંદન, ફૂલ, અગરબત્તી, ધૂપ, દીપ, નૈવેદ્ય (ભોગ) વગેરેનો પ્રયોગ કરવો જોઇએ અને પ્રત્યેકને સમર્પિત કરતી સમયે ऊँ अनन्ताय नम: મંત્રનો જાપ કરવો જોઇએ. પૂજા કર્યા પછી આ પ્રાર્થના કરવી-
 
अनंत संसार महासुमद्रे मग्रं समभ्युद्धर वासुदेव।
अनंतरूपे विनियोजयस्व ह्रानंतसूत्राय नमो नमस्ते।।
પ્રાર્થના કર્યા પછી કથા સાંભળવી તથા રક્ષાસૂત્ર પુરૂષ જમણાં હાથમાં અને મહિલાઓ ડાબા હાથમાં બાંધી લે.
રક્ષાસૂત્ર બાંધતી સમયે મંત્ર જાપ કરવો-
अनन्तसंसारमहासमुद्रे मग्नान् समभ्युद्धर वासुदेव।
अनन्तरूपे विनियोजितात्मामाह्यनन्तरूपाय नमोनमस्ते।।
 
ત્યાર પછી બ્રાહ્મણને ભોજન કરાવી અને તેમને દાન આપ્યાં પછી જ તમારે ભોજન કરવું. આ દિવસે મીઠા વિનાનું ભોજન કરવું જોઇએ. image 6
 
અનંત ચતુર્દશીની કથાઃ-
પ્રાચીન કાળમાં સુમન્તુ નામના ઋષિ હતાં. તેમની એક પુત્રી હતી, જેનું નામ શીલા હતું. શીલા ખૂબ જ ગુણવતી હતી. સમય આવવા પર સુમન્તુ ઋષિએ તેના વિવાહ કૌણ્ડિન્યમુનિ સાથે કરાવી દીધાં. ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે શીલાએ અનંત ચતુર્દશીનું વ્રત કર્યું અને ભગવાન અનંતનું પૂજન કર્યા પછી અનંત સૂત્રને પોતાના ડાબા હાથમાં બાંધી લીધું.
 
ભગવાન અનંતની કૃપાથી શીલાના ઘરમાં સુખ-સમૃદ્ધિ આવી ગઇ અને તેનું જીવન સુખમય બની ગયું. એકવાર ગુસ્સામાં આવીને કૌણ્ડિન્યમુનિએ શીલાના હાથમાં બાંધેલું અનંતસૂત્ર તોડીને આગમાં નાખી દીધું. જેના કારણે તેમનું સુખ-ચેન, એશ્વર્ય-સમૃદ્ધિ, ધન-સંપત્તિ વગેરે બધું જ નષ્ટ થઇ ગયું અને તે ખૂબ જ દુઃખી રહેવાં લાગ્યાં. એકવાર તે ખૂબ જ દુઃખી થઇને ભગવાન અનંતની શોધમાં નીકળી પડ્યાં.
 
ત્યારે ભગવાને તેમને એક વૃદ્ધ બ્રાહ્મણના સ્વરૂપમાં દર્શન આપ્યાં અને તેમને અનંત ચતુર્દશીનું વ્રત કરવા માટે કહ્યું. કૌણ્ડિન્યમુનિએ વિધિ-વિધાન પૂર્વક પોતાની પત્ની શીલાની સાથે શ્રદ્ધા અને વિશ્વાસથી અનંત નારાયણની પૂજા કરી અને વ્રત પણ કર્યું. અનંત વ્રતના પ્રભાવથી તેમના સારા દિવસ ફરી આવી ગયા અને તેમનું જીવન સુખમય બની ગયું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર