અને આ રીતે ગણેશની સવારી બની ગયો ગજમુખ

સોમવાર, 28 ઑગસ્ટ 2017 (16:49 IST)
રાક્ષસોનો રાજા ગજમુખ બધા દેવી-દેવતાઓને તેમના વશમાં કરવું ઈચ્છતા હતા. તેના માટે એ ભગવાન શિવ પાસે વરદાન મેળવવા માટે તેમનુ રાજ-પાટ  છોડીને રાત-દિવસ તપસ્યામાં લીન થઈ ગયા. ઘણા વર્ષ વીતી ગયા, ભગવાન શિવ તેમના તપને જોઈ પ્રસન્ન થયા અને તેમની સામે પ્રગટ થઈ ગયા. 
ભગવાન શિવે તેને દેવીય શક્તિઓ આપી, જેનાથી એ બહુ શક્તિશાળી થઈ ગયો. ભગવાન શિવે તેને વરદાન આપ્યું કે તેને કોઈ પણ શસ્ત્રથી નહી મારી શકાય.  આ રીતે ગજમુખને પોતાની શક્તિઓ પર ગર્વ થઈ ગયું અને તેનું દુરૂપયોગ કરી એ દેવતાઓ પર આક્રમણ કરવા લાગ્યું. 
 
બધા દેવતા બ્રહ્મા, વિષ્ણુ અમે શિવની શરણમાં પહોંચ્યા ત્યારે ભગવાન શિવ શ્રીગણેશને ગજમુખને રોકવા માટે મોકલ્યા. ભગવાન ગણેશે  ગજમુખ સાથે યુદ્ધ  કર્યું અને તેને ઘાયલ કરી દીધો. ત્યારે ગજમુખે ખુદને એક મૂષક(ઉંદર)ના રૂપમાં બદલી લીધો અને ગણેશજીની તરફ આક્રમણ કરવા દોડ્યો. જેવો જ તે ગણપતિ પાસે  પહોંચ્યો કે તરત ભગવાન ગણેશ કૂદીને તેના પર બેસી ગયા અને ગજમુખ જીવનભર માટે મૂષકમાં બદલાય ગયો.  ભગવાન ગણેશે તેને પોતના વાહનના રૂપમાં રાખી  લીધો. ગજમુખ પણ પોતાના આ રૂપથી ખુશ થઈ અને ગણેશજીનો પ્રિય મિત્ર બની ગયો. 
જો તમને આ વીડિયો પસંદ આવ્યું હોય તો ચેનલ ને લાઈક કરો અને સબ્સ્ક્રાઈબ કરો - જય ગણેશ 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર