વાયદાના ભાવોમાં 27 ઓગસ્ટનો વાયદો આગલા સપ્તાહનાં રૂ.48.44ના બંધ સામે રૂ.48.25 ખૂલી, સપ્તાહના અંતે રૂ.47.79 બંધ થયો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.48.36 અને નીચામાં રૂ.47.46ના મથાળે અથડાયો હતો. ઓગસ્ટ વાયદામાં ડોલર સામે રૂપિયામાં 65 પૈસાનો સુધારો હતો, જ્યારે 28 સપ્ટેમ્બરનો વાયદો રૂ.48.46 ખૂલી, ઊંચામાં રૂ.48.47 અને નીચામાં રૂ.47.66 બોલાઈ સપ્તાહના અંતે રૂ.47.89ના સ્તરે બંધ રહ્યો હતો, જે આગલા સપ્તાહે રૂ.48.55ના મથાળે બંધ થયો હતો.
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૂપિયામાં 66 પૈસાનો સુધારો હતો. 28 ઓક્ટોબરનો વાયદો રૂ.48.39 ખૂલી, સપ્તાહના અંતે રૂ.47.95 અને 26 નવેમ્બરનો વાયદો રૂ.48.69 ખૂલી, સપ્તાહના અંતે રૂ.48.01ના સ્તરે બંધ રહ્યા હતા. ઓક્ટોબર વાયદામાં રૂપિયો ડોલર સામે 70 પૈસા અને નવેમ્બર વાયદામાં સૌથી વધુ 72 પૈસા વધ્યો હતો. 29 ડિસેમ્બરનો વાયદો રૂ.48.70 ખૂલી, સપ્તાહના અંતે રૂ.48.14 બંધ થયો હતો.
ડિસેમ્બર વાયદામાં ડોલર સામે રૂપિયો 68 પૈસા સારો હતો. 2010ના વાયદાઓમાં સપ્તાહના અંતે જાન્યુઆરી વાયદો રૂ.48.24, ફેબ્રુઆરી રૂ.48.11, માર્ચ રૂ.48.40 અને જૂન રૂ.48.50ના સ્તરે બંધ રહ્યા હતા. ડોલર સામે રૂપિયામાં જાન્યુઆરી વાયદામાં 27 પૈસા, ફેબ્રુઆરીમાં 48 પૈસા અને જૂન વાયદામાં 13 પૈસાનો સુધારો હતો,
જ્યારે માર્ચ-2010ના વાયદો 1 પૈસા જેટલો મામૂલી ઢીલો હતો.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સપ્તાહના પ્રારંભે 31મી જુલાઈએ ડોલર સામે રૂપિયાનો રેફરન્સ રેટ 1 ડોલર બરાબર રૂ.48.16નો જાહેર કરાયો હતો, જે સપ્તાહનાં અંતે 6 ઓગસ્ટના રોજ 1 ડોલર બરાબર રૂ.47.58નો નિતિ કરાયો હતો.