મુંબઈ(વાર્તા) આંતર બેંકિંગ મુદ્રા બજારમાં આજે ડોલરની તુલનામાં રૂપિયો સાત પૈસા મજબુત રહ્યો હતો. કારોબારની સમાપ્તિ પર એક ડોલરની કિંમત 40.31...40.32 રહી હતી. ડીલરોનુ માનવુ છે કે, શેરબજારમાં નરમીના લીધે ડોલર-રૂપિયા કારોબાર સિમિત દાયરામાં રહ્યો હતો. ભારતીય રિઝર્વ બેંકે ડોલરના મુકાબલે સંદર્ભ દર ત્રણ પૈસા વધારીને 40.29 રૂપિયા પ્રતિ ડોલર નક્કી કર્યો છે.