મુંબઈ. કાચા તેલની કિંમતમાં વધારો થવા સાથે આંતર બેંક વિદેશી મુદ્રા બજારમાં આજે રૂપિયો અમેરિકાની મુદ્રાની તુલનામાં ઘટ્યો હતો. રૂપિયો આજે ડોલરની તુલનામાં 34 પૈસા તૂટ્યો હતો અને આઠ મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો હતો.
શરૂઆતમાં રૂપિયો 40.67 પ્રતિ ડોલર પર ખુલ્યો હતો. ત્યારપછી તેનામાં ઘટાડો જોવા મળ્યો હતો અને વર્ષ 2007ના સપ્ટેમ્બર માસમાં 40.97 સુધીના ઘટાડાના રેકોર્ડને તેણે તોડ્યો હતો આ સાથે રૂપિયા 40.94 પ્રતિ ડોલર પર પહોંચ્યો હતો.