આરંભીક કારોબારમાં રૂપિયો 14 પૈસા નીચે

ભાષા

મંગળવાર, 10 ફેબ્રુઆરી 2009 (16:48 IST)
કારોબારની શરૂઆતમાં ડોલરના મુકાબલે રૂપિયામાં 14 પૈસાના ઘટાડા સાથે 48.71-72 રૂપિયા પ્રતિ ડોલર સુધી નીચે જતો રહ્યો હતો. જેના કારણમાં ડોલર અને અમેરિકન સીનેટમાં આજે 829 અરબ ડોલરના આર્થિક સુધાર પેકેજ પ્રસારિત કરવાની સંભાવના છે.

આંતરબેંક વિદેશી નાણાબજારમાં આજે સ્થાનીય નાણા 48.68 રૂપિયા પ્રતિ ડોલર ખુલ્યુ હતું. જે કાલે 48.57 પ્રતિ ડોલર પર બંધ થયેલું. તેમજ કારોબાર દરમિયાન ડોલર આગળ 48.71 પ્રતિ ડોલર સુધી નીચે ગયો.

કારોબાર દરમિયાન તેમા 70 અંક સુધીનો ઘટાડો થયો હતો.

વેબદુનિયા પર વાંચો