FIFA WC 2018: રૂસનો મોટો ઉલટફેર, પેનલ્ટી શૂટઆઉટમાં સ્પેનને 4-3થી હરાવ્યુ

સોમવાર, 2 જુલાઈ 2018 (11:20 IST)
ફીફા વિશ્વ કપના 21માં સંસ્કરણમાં ઉલટફેરની પ્રક્રિયા ચાલુ છે. મેજબાન રૂસે લુજ્નિકી સ્ટેડિયમમાં પેનલ્ટી શૂટઆઉટ સુધી ગયેલ રોમાંચક પ્રી-ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં સ્પેનને 4-3થી હરાવીને ટૂર્નામેંટમાંથી બહાર કરવામાં આવી. સોવિયત સંઘના વિખેરતા પહેલા અનેકવાર રૂસ વિશ્વકપના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી છે. મેજબાન ટીમ માટે પેનલ્ટી શૂટઆઉટમાં ચારેય ખેલાડીઓએ ગોલ કર્યા. જ્યારે કે સ્પેનના બે ખેલાડી ગોલ કરવાથી ચુકી ગયા.  સ્પેને મેચની શરૂઆત સારી કરે અને પહેલી જ મિનિટમાં બોલ પર કાબુ મેળવતા પોતાની સ્વભાવિક રમત રમી જેનો લાભ પણ તેમને મળ્યો. 
 
રૂસે આત્મઘાતી ગોલ દ્વારા ખોલ્યુ સ્પેનનુ ખાતુ 
 
મેચની 12મી મિનિટમાં બોક્સની ડાબી બાજુ મળેલી ફ્રી કિક પર મિડફિલ્ડર ઈસ્કોએ શાનદાર ક્રોસ આપ્યુ અને બોલ મેજબાન ટીમના ડિફેંડર સગેઈ ઈગ્નશેવિકના પગમા વાગીને ગોલમાં જતી રહી. આ સાથે જ ઈગ્નાશેવિક વિશ્વકપમાં આત્મઘાતી ગોલ દાગનારા સૌથી વધુ વય (38 વર્ષ 352 દિવસ)ના ખેલાડી બની ગયા. એક ગોલની બઢત બન્યા પછી પન સ્પેને રૂસના ડિફેંસને ભેદવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. જેનાથી મેજબાન ટીમને કાઉંટર અટેક કરવાની તક મળી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર