Sankashti Chaturthi June 2021 : સંકષ્ટી ચતુર્થીના દિવસે કરી લો આ નાનકડો ઉપાય, ભગવાન ગણેશની આપશે આશીર્વાદ
રવિવાર, 27 જૂન 2021 (08:23 IST)
Sankashti Chaturthi June 2021 : દર મહિને કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિને સંકષ્ટી ચતુર્થી કહે છે. આ વખતે અષાઢ મહિનામાં સંકષ્ટી ચતુર્થી 27 જૂન એટલે આજે છે. આ તિથિ ભગવાન ગણેશને અતિપ્રિય છે. આ દિવસે વિધિ વિધાનથી ગણેશ ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ. ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવ છે. ભગવાન ગણેશની કૃપાથી વ્યક્તિની બધી મનોકામનાઓ પૂરી થાય છે. ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે આ દિવસે ગણેશને સિંદૂર લગાવો અને દુર્વા અર્પિત કર્યા બાદ ભોગ લગાવીને શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરો. શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરવાથી ભગવાન ગણેશની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
।। દોહા ।।
જય ગણપતિ સદગુણસદન, કવિવર બદન કૃપાલ ।
વિઘ્ન હરણ મંગલ કરણ, જય જય ગિરિજાલાલ ।।
।। ચૌપાઈ ।।
જય જય જય ગણપતિ ગણરાજૂ । મંગલ ભરણ કરણ શુભ કાજૂ ।।
જય ગજબદન સદન સુખદાતા । વિશ્વ વિનાયક બુદ્ઘિ વિધાતા ।।