Jaya parvati vrat 2023 - જયા પાર્વતી વ્રત કઈ તારીખે છે

શુક્રવાર, 9 જૂન 2023 (17:37 IST)
Jaya parvati vrat 2023 - આ વખતે 2023 ત્રયોદશીનો દિવસ એટલે કે 1 જુલાઈ 2023 શનિવાર થી આ વ્રતની શરૂઆત થશે અને 5 જુલાઈ 2023 બુધવારે પુરૂ થશે. 
 
આ વ્રત સૌ પ્રથમ માતા પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા કર્યું હતું ને ત્યારબાદ માતા સીતાએ માતા પાર્વતીની પૂજા કરી 'જય જય ગિરીબર રાજ કિશોરી' પ્રાર્થનાથી મનગમતા વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી, અને માતા પાર્વતી એ પ્રસન્ન થઈ મનગમતા વરનું વરદાન આપ્યું હતું.
 
 જયા પાર્વતી વ્રતનું જાગરણ યુવતિઓ દ્વારા કરવામાં આવનાર છે. કન્યાઓ પાંચ દિવસ સુધી ઉપવાસ કરશે. ગૌરીવ્રતને લઈને કુંવારીકાઓમાં અદમ્ય ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ જોવા મળે છે. 
 
જયા પાર્વતી વ્રત સદ્ગુણી તથા સંસ્કારી પતિ મેળવવા કુંવારી યુવતીઓ કરે છે. પતિનું આરોગ્ય તથા બાળકોની વૃદ્ધિ માટે સ્ત્રીઓ આ વ્રત કરે છે આ વ્રત કરનાર શંકર પાર્વતીની કૃપાથી અપાર સુખ મળવે છે. આ વ્રત અષાઢ  સુદ તેરશથી  અષાઢ વદ બીજ સુધી એટલે કે પાંચ દિવસનું હોય છે. ગૌરી પાર્વતીનું વ્રત સળંગ ૨૦ વર્ષ કરવાનું હોય છે. પ્રથમ પાંચ વર્ષ તે જુવાર ખાઈને, બીજાં પાંચ વર્ષ જવ ખાઈને, ત્રીજાં પાંચ વર્ષ ચોખા ખાઈને તથા છેલ્લા પાંચ વર્ષ મગ ખાઈને કરવાનું હોય છે. તેવા શાસ્ત્રોનો આદેશ છે. આપણાં શાસ્ત્રોમાં બાળકોમાં
નાનપણથી જ સંસ્કારનું ચિંતન થાય તે માટે વિવિધ વ્રત ગોઠવાયેલાં છે. વ્રતના માધ્યમથી બાલિકાઓ, સ્ત્રીઓમાં સંસ્કાર આવે છે. ઉત્સવો જીવનમાં પ્રસન્નતા તથા આનંદ વ્યાપે છે.જયા પાર્વતીનું સૌ પ્રથમ વ્રત માતા પાર્વતીએ શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા કર્યું હતું. માતા પાર્વતીએ  જે જે વ્રત કર્યાં તે તે વ્રત સ્ત્રીઓ તથા કન્યાઓ કરતી જોવા મળે છે. અષાઢ સુદ એકાદશીથી અષાઢ સુદ પૂનમ સુધીનું જે વ્રત બાલિકાઓ કરે છે તેને ગૌરી વ્રત – ગોરિયો કહેવાય છે, જયારે સૌભાગ્યવતી સ્ત્રીઓ તથા મોટી ઉંમરની સ્ત્રીઓ દ્વારા કરાતા આ વ્રતને જયા પાર્વતી વ્રત કહે છે.આ વ્રત કરવાથી પતિની તંદુરસ્તી સુધરે છે. બાળકોની સુખાકારી વધે છે.આ વ્રત જે કુંવારી છોકરી કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે. આ વ્રત અષાઢ સુદ તેરશથી અષાઢ સુદ બીજ પાંચ દિવસનું હોય છે. સૌભાગ્યવતી બહેનો તેરશને દિવસે વહેલાં ઊઠી, નાહી-ધોઈ શિલાલયમાં જઈ શિવ પાર્વતીની પૂજા કરે છે. આ પાંચ દિવસ બહેનોએ મીઠા વગરનું તથા ગળપણ વગરનું ભોજન લેવાનું હોય છે.સાથે સૂકો મેવો કે દૂધ લઈ શકાય છે. શાસ્ત્રાજ્ઞા મુજબ આ વ્રત ૨૦ વર્ષ કરવાનું હોય છે. વ્રત પૂરું થયેથી લોકાચાર મુજબ જાગરણ કરવાનું હોય છે. વ્રત કરનારે વ્રત પૂરું થયા બાદ બ્રાહ્મણ દંપતીને જમાડવું. શકય હોય તો તે દંપતીને વસ્ત્ર તથા દક્ષિણા આપવા. સાથે સાથે સૌભાગ્યની અંખિડતતા માટે કંકુ, કાજળ પણ દાનમાં આપવા.  જે ઘરમાં બાલિકાઓ તથા સ્ત્રીઓ આ વ્રત કરે છે તે ઘર આનદ તથા ઉલ્લાસથી ભરાઈ જાય છે. આ વ્રતના છેલ્લાં દિવસે બહેનો જાગરણ કરે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર