રક્ષાબંઘન

કલ્યાણી દેશમુખ

રવિવાર, 3 જૂન 2007 (10:28 IST)
શ્રાવણી પૂનમના દિવસે ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર એટલેજ રક્ષાબંઘન. આ દિવસ નાળિયેરી પૂર્ણીમા તરીકે પણ ઓળખાય છે.

રક્ષાબંઘનના દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે અને તેના લાંબા આયુષ્ય અને તેના સુખમય જીવનની મંગળ કામના કરે છે. ભાઈ પણ બદલામાં બહેનની રક્ષા કરવાની અને તેના સુખ દુ:ખમાં સાથ આપવાનુ વચન આપે છે.

આ દિવસે ભલે બહેન ભાઈને એક પાતળો રેશમી દોરો બાંધતી હોય પણ તેની પાછળ જે ભાવના રહેલી છે તે અનોખી છે. આ એક એવો તહેવાર છે જે દિવસે ભાઈ બહેન ભલે ગમે ત્‍યાં હોય પરંતુ તેઓ એકબીજાને યાદ કર્યા સિવાય રહી શકતા નથી. આ દિવસે બહેન ભાઈને રાખડી બાધવા ગમે ત્યાં હોય ત્‍યાંથી આવી જાય છે. દૂર રહેનારી બહેનો પોતાના ભાઈને ટપાલ દ્વારા રાખડી મોકલે છે..

રાખડીઓની વાત કરીએ તો ગુજરાતમાં નાની, મોટી ભાત ભાતની રાખડીઓ જોવા મળે છે. સોનાની, ચાંદીની, રેશમની, અવંનવા વર્કવાળી ઊનની, વગેરે રાખડીઓ મળે છે.

આમ રક્ષાબંધન એવો તહેવાર છે જે ભાઈ બહેનના નિ:સ્વાર્થ અને અતુટ પ્રેમને દર્શાવે છે.

વેબદુનિયા પર વાંચો